Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભુજના કિઆન શાહે એક સાથે ત્રણ પ્રવૃત્તિ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ 

03:19 PM May 01, 2023 | Vipul Pandya
ભૂજના કિઆન શાહ નામના 9 વર્ષના બાળકે એક સાથે ત્રણ પ્રવૃત્તિ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તેની આ સિદ્ધિને  ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

એક સાથે ત્રણ પ્રવૃત્તિઓ કરીને વર્લ્ડ રેકોર્ડ
ભુજના કિઆન ઋતુલ શાહ નામના નવ વર્ષીય બાળકે એક અનોખી સિદ્ધિ મેળવી છે અને  પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. કિઆને એક સાથે ત્રણ પ્રવૃત્તિઓ કરીને વર્લ્ડ રેકોર્ડ મેળવ્યું છે. તે આંખે પાટા બાંધીને તેમજ પગમાં સ્કેટિંગ પહેરીને રૂબીક પૂર્ણ કરે છે
આ પ્રવૃત્તિને લઈને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 11 માર્ચ 2023 ના તેને આ સ્થાન મળ્યું છે.

બે વર્ષથી સતત સ્કેટિંગ અને મિડ બ્રેનની એક્ટિવિટી
મૂળ રાપર તાલુકાના વતની તેના પિતા ઋતુલ શાહ ભુજમાં વેપાર કરે છે.  કિઆન હાલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે અને માધાપર ખાતે આવેલી દુન પબ્લિક સ્કૂલમાં તે અભ્યાસ કરે છે. તે બે વર્ષથી સતત સ્કેટિંગ અને મિડ બ્રેનની એક્ટિવિટી કરે છે. આજે તેની પ્રવૃત્તિને લઈને લોકો પણ હર્ષભેર વધાવી રહ્યા છે.

પરિવારને મળ્યું ગૌરવ 
કિઆનના દાદા દાદી કહે છે કે અમારા પરિવારનું નામ ગૌરવભેર વધાર્યું છે. કિઆનના માતા પિતા પણ કહે છે કે આજે 59 સેકન્ડમાં ત્રણ પ્રવૃત્તિ પૂર્ણ કરી છે અને રેકોર્ડ સ્થાન મેળવ્યું છે. આનાથી વિશેષ કઈ ખુશી કહેવાય. આ નવ વર્ષીય બાળકની પ્રવૃત્તિ ખરેખર અદભુત છે.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ
આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની
માહિતી જણાવતું ભરો ફૉર્મ
અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા
આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ
નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને