Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Khoraj Sant Sammelan : આવતીકાલે ગુજરાતનું ઐતિહાસિક સંત સંમેલન, સંતો-મહંતોની હાજરીમાં સનાતનનો જયઘોષ બોલાવાશે

12:06 AM Apr 21, 2024 | Vipul Sen

ગાંધીનગરનાં (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે હર્ષોલ્લાસ સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mohotsav) ઊજવાઈ રહ્યો છે. ત્યારે ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય સંત સંમેલનનું (Khoraj Sant Sammelan) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનું સૌથી મોટું અને ઐતિહાસિક સંત સંમેલન ખોરજ ખાતે યોજાશે, જેમાં દેશ અને રાજ્યના પૂજનીય સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે.

આ સંતો-મહંતો રહેશે ઉપસ્થિત

ગાંધીનગરનાં ખોરજ ગામ (Khoraj) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં (Pran Pratishtha Mohotsav) ત્રીજા અને અંતિમ દિવસે ભવ્ય સંત સંમેલનનું (Khoraj Sant Sammelan) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક સંત સંમેલનમાં રાજ્ય અને દેશભરમાંથી સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિતિ રહેશે. માહિતી મુજબ, આ સંત સંમેલનમાં ગોરખનાથ આશ્રમના (Gorakhnath Ashram) મહંત શ્રી શેરનાથ બાપુ, જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજ (Dilipadasji Maharaj), ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ સંતશ્રી કાલીપુત્ર કાલીચરણ મહારાજ (Santshri Kaliputra Kalicharan Maharaj) સંત સંમેલનને શોભાવશે.

સનાતન ધર્મનો જયઘોષ બોલાવાશે

આ સંત સંમેલનમાં ગુજરાતના તમામ તીર્થસ્થાનોના મહંતશ્રી ઉપસ્થિત રહીને આ પ્રસંગને વધુ આધ્યાત્મિક અને પાવન કરશે. સાધુ-સંતોનાં આશીર્વચનથી ખોરજની ધરા અતિપાવન થશે. સાથે જ સાધુ-સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જયઘોષ બોલાવાશે. સનાતન ધર્મની રક્ષાકાજે સંત વિભૂતિઓ માર્ગદર્શન આપશે. આ સંત સંમેલનનું સંચાલન ડૉ. શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરશે.

આ પણ વાંચો – Khoraj Pran Pratishtha Mohotsav : ધાર્મિક એકતાની સરવાણી વહી, આજે સાંત્વની ત્રિવેદીનાં સ્વરે રાસ-ગરબાની રમઝટ, અહીં જુઓ LIVE

આ પણ વાંચો – Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ

આ પણ વાંચો – Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની