Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની

09:43 PM Apr 20, 2024 | Vipul Sen

Khoraj Pran Pratishtha Mohotsav : ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. આજે ભવ્ય શોભાયાત્રા, જલાધિવાસ, અન્નાધિવાસ, મહાઅભિષેક અને સ્થાપ્ય દેવતા હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાયન્સ સિટી, સોલા ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન લોકોમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આ મહોત્સવ દરમિયાન શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ શતચંડી મહાયજ્ઞમાં (Shatchandi Mahayagna) અનેક સંત-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. શતચંડી મહાયજ્ઞમાં ભારતી આશ્રમ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ પણ ખાસ હાજરી આપી હતી. ખોરજ ખાતે ત્રણ પૈકી ચામુંડા માતાનાં નવનિર્મિત મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. જ્યારે, બળિયાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ગામના સ્થાનિકો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી.

મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત

ખોરજ (Khoraj) ખાતે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે સાયન્સ સિટી, સોલા ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ શતચંડી મહાયજ્ઞનું (Shatchandi Mahayagna) આયોજન પણ થયું હતું. આ શતચંડી મહાયજ્ઞમાં અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ખોરજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શતચંડી મહાયજ્ઞમાં ભારતી આશ્રમ (Bharti Ashram) મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ( Mahamandaleshwar Rishi Bharti Bapu) ખાસ હાજરી આપી હતી. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું શ્રી સિદ્ધી ગ્રૂપના (Sri Siddhi Group) ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel) અને એમ.ડી. જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસર પર મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતુ કે, દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. ત્યારે, ખોરજ ખાતે સેવાકીય પ્રવૃતિમાં ધનનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જ જણાવ્યું કે, આ પ્રકારના મહોત્સવથી સનાતન ધર્મ વધુ મજબૂત બની રહ્યો છે.

ખોરજ ખાતે 25 વર્ષથી ચામુંડા માતાનું સ્થાનક

જણાવી દઈએ કે, ખોરજ ગામ ખાતે ત્રણ મંદિર પૈકી ચામુંડા માતાજીનાં (Chamunda Mataji Temple) નવનિર્મિત મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ખોરજ ગામમાં આવેલા જોગણી માતાના મંદિર પરિસરમાં અંદાજે 25 વર્ષથી ચામુંડા માતાનું સ્થાનક છે, જ્યાં માતાજીની એક તસવીર મૂકીને તેની પૂજા-આરતી કરવામાં આવતી હતી. સમય જતા ઠાકોર સમાજ સહિત ગામના તમામ સમાજના સહયોગથી આજે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. લગભગ એક વર્ષ સુધી મંદિરનું નિર્માણકાર્ય ચાલ્યું અને હવે ખોરજ ખાતે ભવ્ય ત્રણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી દરમિયાન મંદિરમાં 22 યજમાનો યજમાની કરી રહ્યા છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વર્ષોથી નાની ડેરીમાં પૂજાતા બળિયાદેવ મહારાજનું ભવ્ય મંદિર તૈયાર

ખોરજ ગામ ખાતે શતચંડી મહાયજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Khoraj Pran Pratishtha Mohotsav) ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ત્રણ મંદિર પૈકી બળિયાદેવ મંદિરની (Baliadeva temple) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વર્ષોથી નાની ડેરીમાં પૂજાતા બળિયાદેવ મહારાજનું ખોરજ ખાતે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ગામના સ્થાનિક નૈનેશભાઈ રામભાઈ પટેલ દ્વારા મંદિરનું નિર્માણ કરાયું છે. મહોત્સવમાં સ્થાનિકો સહિત દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને રંગેચંગે મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો – Khoraj: ખોરજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ, યોજાઈ ભવ્ય શોભાયાત્રા

આ પણ વાંચો – Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ

આ પણ વાંચો – Khoraj ગામને આંગણે અનોખો અવસર, આજથી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત