+

Kheda Violence: ગળતેશ્વર તાલુકાના માલવણ ગામમાં એક કોમના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું

Kheda Violence: રાજ્યમાં વધુ એક ભેલાણ મામલે બે જૂથ વચ્ચે ઘમાસાન જોવા મળ્યું છે. આ વખતે ખેડા (Kheda District) જિલ્લાના ગળતેશ્વરમાં તાલુકામાં આવેલા માલવણ ગામમાં સ્થાનિક બે જૂથ વચ્ચે મારામારીની…

Kheda Violence: રાજ્યમાં વધુ એક ભેલાણ મામલે બે જૂથ વચ્ચે ઘમાસાન જોવા મળ્યું છે. આ વખતે ખેડા (Kheda District) જિલ્લાના ગળતેશ્વરમાં તાલુકામાં આવેલા માલવણ ગામમાં સ્થાનિક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના (Violence) બની હતી.

  • એક જ કોમના બે જૂથે એકબીજા પર કર્યો હુમલો
  • કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
  • સેવાલિયા પોલીસ ઘટના સ્થળ પર આવી
Kheda Violence

Kheda Violence

એક જ કોમના બે જૂથે એકબીજા પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકામાં આવેલા માલવણ ગામમાં પાકમાં ભેલાણ મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યાર બાદ જોતજોતામાં એક જ કોમના જૂથ વચ્ચે સામસામે હુમલા (Violence) કરવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારે આ મામલે બંને કોમના લોકો દ્વારા એકબીજા પર જીવલેણ હુમલા (Violence) કરવામાં આવી રહ્યા હતા.

કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

Kheda Violence News

ત્યારે આ બંને જૂથમાં હાજર લોકોમાંથી કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે તેમના કુલ 7 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત મારામારીની ઘટના ઘાયલ થયેલા 4 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક Godhra ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

સેવાલિયા પોલીસ ઘટના સ્થળ પર આવી

Kheda Violence News

જોકે આ ઘટનામાં બંને જૂથ દ્વારા એકબીજા થયેલા જીવલેણ હુમલા (Violence) માં એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર સામે આવી રહી છે. જોકે સ્થાનિકો દ્વારા આ ઘમાસન જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સેવાલીયા પોલીસ ઘટના સ્થળ પર આવીને સમગ્ર મામલે તજવીજ હાથ ધરી હતી. તે ઉપરાંત આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

આ પણ વાંચો: BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

આ પણ વાંચો: BY-ELECTIONS : ગુજરાતની 5 બેઠકોના BJP ના આ રહ્યા મુરતિયા

Whatsapp share
facebook twitter