Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- આઝાદી માટે તેમના ઘરમાંથી કોઇ કૂતરાએ પણ…

08:46 PM Apr 22, 2023 | Vipul Pandya

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન
  • નામ લીધા વિના ભાજપ પર સાધ્યું નિશાન
  • નિશાન સાધવા જતાં ખડગેના વિવાદાસ્પદ બોલ
  • ”આઝાદી માટે અમારા નેતાએ બલિદાન આપ્યું”
  • ”એમના ઘરમાંથી શ્વાન પણ મર્યો નથી!”
દેશમાં રાજનીતિ એક એવા સમયમાં પહોંચી ચુકી છે કે તમને અવાર-નવાર વિવાદાસ્પદ નિવેદનો સાંભળવા મળી જશે. જીહા, આ મામલે દેશની એક પણ પાર્ટી એવી નથી કે જે વિવાદાસ્પદ નિવેદન ન આપતી હોય. તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે પોતાનું આ નિવેદન નામ લીધા વિના ભાજપ પર આપ્યું છે અને એક નવો વિવાદ સર્જ્યો છે. 
ભાજપ પર ખડગેનો કટાક્ષ
રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge) એ એવું વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે જે હંગામો મચાવી શકે છે. તેમણે કહ્યું છે કે, દેશ માટે અને દેશની એકતા માટે આપણને આઝાદી મળી, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ બલિદાન આપ્યું, અમારી પાર્ટીના નેતાઓએ પોતાના જીવ આપ્યા, તમે શું કર્યું? શું તમારા પરિવારમાં કોઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે? શું (કોઈએ) કોઈ બલિદાન આપ્યું છે? ના…. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે ચીનની આક્રમકતા પર ચર્ચા કરવા માંગીએ છીએ પરંતુ તે (સરકાર) ચર્ચા માટે તૈયાર નથી. તે બહારથી સિંહની જેમ વાત કરે છે પણ વાસ્તવમાં તે ઉંદરની જેમ ચાલે છે. અમે દેશ સાથે છીએ પરંતુ સરકાર માહિતી છુપાવી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ લપસી હતી જીભ
એવું નથી કે મલ્લિકાર્જુન ખડગેએ આવું પહેલી વખત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપી ચુક્યા છે. તેમણે એક સભાને સંબોધતા કહ્યું હતું કે, “ભાજપ કહે છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ મોદીને મત આપો… શું મોદી અહીં કામ કરવા આવશે. વડાપ્રધાન હંમેશા પોતાના વિશે જ બોલે છે. કોઈની તરફ ન જુઓ અને મોદીને જોઈને મત આપો. કેટલી વાર તમારો ચહેરો જોવો કોર્પોરેશનમાં પણ તમારો ચહેરો જોયો, ધારાસભ્યની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો, સાંસદની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો..બધે.. શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.