Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Khakhi Awards : શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં ગૌરવવંતી ગુજરાત પોલીસનું ગૌરવ વધારતા પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા

10:58 PM Aug 09, 2023 | Dhruv Parmar

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police), BSF, CRF, CISF ના જવાનોની કામગીરીને બિરદાવવા SBI દ્વારા શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓ એક મંચ પર જોવા મળી હતી. 9મી ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં 23 જેટલા પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમના નામ અને તેમણે કરેલી કામગીરી નીચે પ્રમાણે છે…

1) શ્રી રાજેશ સુવેરા, PI, સુરત શહેર

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય સીટી પોલીસ એવોર્ડ (શહેર પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • સુરતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરીયાત મુજબ રક્ત મળી રહે તેની શ્રેષ્ઠ કામગીરી
2) શ્રી હરીશ ચંદુ, DySP, વડોદરા ગ્રામ્ય

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય ડિસ્ટ્રીકટ પોલીસ એવોર્ડ (ગ્રામ્ય પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • વડોદરા જિલ્લામાં પોલીસ કામકાજમાં ગુણવત્તા વધારવા હેતુથી હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન
3) શ્રી કે.કે.પટેલ, DySP, ATS, અમદાવાદ

  • બેસ્ટ સર્વિસ ટુ નેશન એવોર્ડ (રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સેવા પુરસ્કાર)
  • રાજ્યમાં આતંકી પ્રવૃતિઓને ડામવા અને મોટા હુમલા રોકવામાં સફળપૂર્વક આયોજન
4) શ્રી રાધિકા ભારાઇ, ACP (મહિલા સેલ) & શી ટીમના નોડલ ઓફિસર, વડોદરા શહેર

  • બેસ્ટ ફિમેલ યુનિટ એવોર્ડ (શ્રેષ્ઠ મહિલા એકમ પુરસ્કાર)
  • વડોદરા શહેરમાં મહિલા અને નાગરીકોની સુરક્ષા માટે કાર્યરત 22 શી ટીમનું સુદ્રઢ સંચાલન
5) શ્રી વિજયભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ, મોરબી

  • બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ (શ્રેષ્ઠ માનવતાવાદી પુરસ્કાર)
  • મોરબીની ઐતિહાસિક ઝુલતો પુલ દુર્ઘટનામાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અનેક મહામુલી જિંદગી બચાવી
6) મેહુલકુમાર જોશી, હેડ કોન્સ્ટેબલ, કચ્છ (પશ્ચિમ)

  • બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ (શ્રેષ્ઠ માનવતાવાદી પુરસ્કાર)
  • વાવાઝોડામાં ફસાયેલા 16 લોકોનાં જીવ બચાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી કરનારા
7) રામભાઇ નાંધાણ, પોલીસ કોન્સ્ટેબલ, કચ્છ (પશ્ચિમ)

  • બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ (શ્રેષ્ઠ માનવતાવાદી પુરસ્કાર)
  • વાવાઝોડામાં ફસાયેલા 16 લોકોનાં જીવ બચાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી કરનારા
8) શ્રી જીતુ યાદવ, ACP, સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય સીટી પોલીસ એવોર્ડ (શહેર પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • સાયબર ક્રાઇમ દ્વારા અનેક છેતરપીંડીને રોકીને લોકોના મહેનતની કમાણી બચાવી
9) શ્રી બી.એન.દવે, DySP, વાપી, જિ.વલસાડ

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય ડિસ્ટ્રીકટ પોલીસ એવોર્ડ (ગ્રામ્ય પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • પ્રજાની સુખાકારી માટે શરૂ કરાયેલી ગ્રામદૂત યોજનાની સફળતાપૂર્વક સંચાલન
10) શ્રી વાણી દુધાત, DySP, કેવડિયા વિભાગ, નર્મદા

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય ડિસ્ટ્રીકટ પોલીસ એવોર્ડ (ગ્રામ્ય પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા આવતા લાખો પ્રવાસીઓની સુરક્ષાની કામગીરી
11) શ્રી જગદીશભાઇ મકવાણા, ASI, ગીર સોમનાથ

  • બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ (શ્રેષ્ઠ માનવતાવાદી પુરસ્કાર)
  • વાવાઝોડા દરમિયાન સમુદ્રમાં ફસાયેલા 8 માછીમારોનું બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન
12) શ્રી રણજીતસિંહ ખાંટ, PI, મહેમદાવાદ પોલીસ સ્ટેશન, ખેડા

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય ડિસ્ટ્રીકટ પોલીસ એવોર્ડ (ગ્રામ્ય પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • દેશી દારૂ વેચવા જેવી પ્રવૃત્તિમાંથી સ્વમાનભેર જીવન જીવવા માટે સ્વયંસિદ્ધા પ્રોજેક્ટની વ્યવસ્થા કરી
13) શ્રી વિશાલ રબારી, ACP, સાયબર ક્રાઇમ, રાજકોટ શહેર

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય સીટી પોલીસ એવોર્ડ (શહેર પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • પોલીસ કામગીરી સરળ બનાવવા માટે ઇ-આગંતુક એપ વિકસાવવા
14) શ્રી વી.યુ.ગડરીયા, PI, પુણા પોલીસ સ્ટેશન, સુરત શહેર

  • બેસ્ટ ઇન્વેસ્ટીગેશન એવોર્ડ (શ્રેષ્ઠ તપાસ પુરસ્કાર)
  • 4 વર્ષની બાળકી પર જાતીય અત્યાચારના આરોપીને તાત્કાલિક પકડી માત્ર 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી.. આરોપીને ફાંસીની સજા સુધી પહોંચાડયો
15) શ્રી એ.પી.ચૌધરી, PI, પાંડેસરા પોલીસ સ્ટેશન, સુરત શહેર

  • બેસ્ટ ઇન્વેસ્ટીગેશન એવોર્ડ (શ્રેષ્ઠ તપાસ પુરસ્કાર)
  • શહેરમાં અન્ય એક 3 વર્ષિય બાળકી પર જાતીય અત્યાચારના આરોપીને 3 દિવસમાં પકડી.. એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરી આરોપીને ફાંસીની સજા સુધી પહોંચાડયો
16) શ્રી જે.આર.ભાચકન, PI, નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર

  • બેસ્ટ ઇન્વેસ્ટીગેશન એવોર્ડ (શ્રેષ્ઠ તપાસ પુરસ્કાર)
  • સગીર વયની દિકરી પર જાતીય અત્યાચાર ગુજારનારા આરોપીની ધરપકડ કરી આરોપીને આજીવન કેદની સજા સુધી પહોંચાડયો
17) શ્રી કમલેશ વસાવા, ACP, હેડ ક્વાર્ટર, વડોદરા શહેર

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય સીટી પોલીસ એવોર્ડ (શહેર પોલીસની શ્રેષ્ઠ પહેલ બદલ પુરસ્કાર)
  • પોલીસ કર્મચારીઓના સારા સ્વાસ્થય માટે હેલ્થ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યું
18) શ્રી સંધ્યા રાની, ડેપ્યુટી કમાન્ડન્ટ, (ઇરલા-7563), 135 (મહિલા) BN ગુજરાત પોલીસ

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય CRPF એવોર્ડ (શ્રેષ્ઠ પહેલ બદલ સીઆરપીએફ એવોર્ડ)
  • શ્રીનગર, ગુરૂગાંવ, મહારાષ્ટ્ર, ગાંધીનગરમાં મહત્વપૂર્ણ કામગીરી અને ઉત્કૃષ્ઠ સેવા બદલ
19) શ્રી મુકેશ કુમાર મીણા, ડેપ્યુટી કમાન્ડન્ટ, (ઇરલા-7621), 100 બીએન RAF ગુજરાત પોલીસ

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય CRPF એવોર્ડ (શ્રેષ્ઠ પહેલ બદલ સીઆરપીએફ એવોર્ડ)
  • બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમા મહત્વપૂર્ણ કામગીરી અને ઉત્કૃષ્ઠ સેવા બદલ
20) ઇન્સપેકટર જનરલ અનિલકુમાર હરબોલા, તટરક્ષક મેડલ, કમાન્ડર, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નોર્થવેસ્ટ રીઝન

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય ઇન્ડિયન કોસ્ટગાર્ડ એવોર્ડ (શ્રેષ્ઠ પહેલ બદલ ભારતીય કોસ્ટ ગાર્ડ એવોર્ડ)
  • છેલ્લા બે વર્ષમાં 8 સંયુક્ત ઓપરેશન મારફતે 2355 કરોડની કિંમતનું 407 હેરોઇન ઝડપી પાડયું
21) શ્રી આર.એસ.સક્તાવત, DIG/PSO, BSF ગુજરાત ફ્રોન્ટીયર

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ એવોર્ડ (શ્રેષ્ઠ પહેલ બદલ સીમા સુરક્ષા ફોર્સ એવોર્ડ)
  • અત્યંત સંવેદનશીલ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સીમા પ્રબંધન
  • ભીષણ ચક્રવાત બિપરજોયમાં ભૂજના અનેક પરિવારને આશ્રયસ્થાન પહોંચાડયા
  • ભારત સરકારના મહત્વકાંક્ષી અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન
22) શ્રીમતી રમા યાદવ, L/CT/GD, CISF

  • બેસ્ટ ઇનિશ્યટિવ બાય CISF એવોર્ડ (શ્રેષ્ઠ પહેલ બદલ CISF એવોર્ડ)
  • શ્રીમતી રમા યાદવ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ પર હતા
  • 4 મે 2023ના રોજ તેમને બે વ્યક્તિઓ પર શંકા જતાં તેમની પુછપરછ કરાઇ
  • ઇરાકી મહિલા અને તેના પુત્રની ગેરકાયદે સોનાની દાણચોરી કરતા અટકાયત કરી
  • શ્રીમતી રમા યાદવે સફળતાપૂર્વક ગેરકાયદે સોનાની દાણચોરી ઝડપી લીધી
23) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

  • ભારતની ટોચની વિશ્વસનીય બેંક પુરસ્કાર
  • SBIના દરેક ગ્રાહકને સરળ નાણાકીય વ્યવહાર અને વિશ્વસનિયતા બદલ

આ પણ વાંચો : Live : ગુજરાત પોલીસને બિરદાવતો અનોખા કાર્યક્રમ એટલે શૌર્યનો રંગ ખાખી