Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલનો હુંકાર, કેજરીવાલ અને કોંગ્રેસની ઝાટકણી કાઢી

11:27 PM Apr 16, 2023 | Vipul Pandya

ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ભાવનગરમાં 3 અને 4 સપ્ટેમ્બરે ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં ભાજપ અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ રહ્યી હતી. આ કાર્યક્રમના બીજા દિવસે ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ ભાવનગરના લોકો પણ મોટી સંખ્યમાં જોડાયા હતાં. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે આજે ચૂંટણી હુંકાર કરતાં કેજરીવાલ અને કોંગ્રેસની  આકરી ઝાટકણી પણ કાઢી હતી.  બે દિવસીય અનેક કાર્યક્રમમાં તેમણેે બીજેપીની ચૂંટણી સંબધિત પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. જેમાં ભાજપના અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. 



ભારતીય જનતા પાર્ટી બહેનોને વધારે ટીકીટ આપે તેવું વિચારી રહી છે- પાટીલ
વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની મહિલાઓ સાથેના સવાંદ કાર્યકમાં ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે કહ્યું કે મહિલાને પડતી મુશ્કેલીઓને રોકવા તમે પોતાના પ્રશ્નો તેમજ સૂચનો પણ મોકલી શકો છો જેની પાર્ટીમાં અમલવારી કરવમાં આવશે, પી એમ મોદી સાહેબે બહેનો માટે ઘણું કર્યું છે તે દિશામાં અમે પણ કામ કરી રહ્યાં છીએ, ભારતી જનતાપાર્ટીનો મહિલા મોરચો મજબૂત છે અન્ય પક્ષ પાસે તો મહિલા મોરચો પણ નથી હાલમાં ઉમેદવારના પણ ફાંફા છે, ભારતીય જનતા પાર્ટી બહેનોને વધારે ટીકીટ આપે તેવું વિચારી રહી છે, ગેસ કનેક્શનથી લઈ સિલિન્ડર અને ચૂલા પણ ફ્રીમાં ભાજપે આપ્યા છે. નિરાધાર અને લાચાર બહેનોની અમારી સરકારે વિવિધ યોજનાથી મદદ કરી છે, દીકરીની સંખ્યા ઘટતી હતી પરંતુ ગર્ભ પરીક્ષણ થતું હતું મોદી સાહેબે તેની ચિંતા કરીને સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી, આજે ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે.

આ પહેલાં ભાવનગર જીલ્લાના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ  સાધુ-સંતો,ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો,કલાકારો સાથે બેઠક કરી હતી.

આ કાર્યક્રમમા સાંસદ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘણી, શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય શ્રીમતી વિભાવરીબેન દવે, ભાવનગર જીલ્લા પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાથે ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો કાર્યકરો સાથે સંવાદ અને બાઇક રેલી 
ભાજપ અધ્યક્ષે ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં દાદા સાહેબ દેરાસરમાં જૈન સમાજના સાધુ સંતો સાધ્વીજી ભગવંતો સાથે ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સંવાદ કર્યો હતો. સવાંદ જૈન આચર્ય ભગવંતોના દર્શન કરી કાર્યક્રમમાં હાજરી આપી હતી.  જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી પૂર્વ મંત્રી વિભાવારી બેન દવે જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. 
 
 ભાવનગર શહેર ભાજપ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભાવનગરમાં ખૂબ વિશાળ રેલી આયોજીત કરી તે બદલ દરેક કાર્યકરને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર કામ માંગવા આવે છે તો અન્ય રાજકીય પાર્ટીમાં કાર્યકર પદ માંગવા આવે છે અને પદ ન મળે તો મારામારી પણ કરે છે પરંતુ ભાજપ શિસ્તબંઘ કાર્યકરોની પાર્ટી છે. આપણા કાર્યકરોનું ધ્યેય દેશને રાજયને અને જિલ્લાને આગળ લઇ જવાનું હોય છે.આ પહેલાં ગઇ કાલે કાર્યક્રમના પ્રથમ દિવસે  ભાજપ પ્રદેશ શ્રી અધ્યક્ષ સી.આર પાટીલ ભાવનગરના સરદાર નગર ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા.  સાથે જ ભાવનગર શહેર ભાજપ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં C R Paatil સહિત રાજ્યકક્ષાના મંત્રી શ્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળિયા ઉપસ્થિત રહયાં હતા.


મતનુ સુદર્શન ચક્ર ફેરવવાનુ છે: પાટીલ
આ પહેલાં ગઇ કાલે  ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ભાજપ અધ્યક્ષે સંબોધન કરતાં કહ્યું હતું કે ભાવનગરમાં ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં વિધાનસભા ચૂંટણીને લઇને છે. સી.આર. પાટીલે ભાજપ કાર્યકરોને સલાહ આપતા કહ્યું કે, મતનુ સુદર્શન ચક્ર ફેરવવાનુ છે. આપણા કાર્યકરોને આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપર વિશ્વાસ છે કે યોજનાઓ જાહેરાત કરી જનતાની સમસ્યા દુર કરશે. ગઇ કાલે રબારી સમાજનો પ્રશ્ન હતો સમાજના આગેવાનો મળ્યા અને રજૂઆત કરી ત્યારે રાજયના મુખ્યમંત્રીને તેમની સમસ્યા જણાવી ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાત્કાલિક મુદત વઘારી દીધી અને તેમની સમસ્યા દુર કરી. અલગ અલગ સમાજની સમસ્યાની માંગ પુરી કરવા ગુજરાત સરકાર હમેંશા કટીબદ્ધ હોય છે. 
 


કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતુ તો ખોલાવેઃ પાટીલ
આ પહેલાં રાજકોટમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત મોટો દાવો કરતા કહ્યું હતું કે, સુરતમાં 12 માંથી 7 બેઠક AAP જીતશે. ત્યારે હવે કેજરીવાલના આ જીતના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતુ તો ખોલાવે. 

વિધાનસભાના ઉમેદવારો PM મોદી નક્કી કરશે
CR પાટીલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે વિધાનસભામાં ઉમેદવારો PM નરેન્દ્ર મોદી જ નક્કી કરશે. પ્રમુખ તરીકે ઉમેદવાર નક્કી કરવાની સત્તા તેમની નથી. બધી સત્તા PM મોદી અને ગૃહમંત્રીશ્રી શાહ પાસે છે. તે બધા ઉમેદવારોને સારી રીતે ઓળખે છે. તમારી કોઈ વાત હશે તો ઉપર સુધી ચોક્કસ પહોંચાડીશ. હાઇકમાન્ડ જે કોઈ નિર્ણય લે તે વધાવી લેજો.