Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિયાળામાં ત્વચાને રાખો ફુલગુલાબી, ઘરગથ્થું નુસખાનો કરો ઉપાય

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

શિયાળા માં ઠંડી ને કારણે સ્કિન પર તેની સીધી અસર થાય છે. જેમ જેમ ઠંડી વધે એમ ત્વચા રૂક્ષ બની જાય છે. ત્વચા સૂકી અને નિસ્તેજ થઇ જાય છે. પરિણામે અપણે બજાર માં મળતા વિવિધ મોઇશ્ચુરાઇઝર અને બોડી લોશન નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ આજે અમે જણાવીશું ઘરગથ્થું ઉપાય થી તમે શિયાળા માં પણ ત્વચા ને હેલ્થી અને ફુલગુલાબી ઠંડી જેવી મુલાયમ બનાવી શકો છો. ઘણી મહિલાઓ કન્ફ્યુઝ હોય છે કેવા ફેસ ક્રીમ, મોઇશ્ચુરાઇઝર એમની સ્કિન ને સુંવાળી બનાવશે.
શિયાળા માં આહાર પણ મુખ્ય ભૂમિકા ભજવે છે
શિયાળા માં આહાર જેટલો પૌષ્ટિક લેશો આટલી તમારી સ્કિન થી લઇ ને તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે. શિયાળા માં કેહવત છે જેટલા વાસણા સાથે જ નેચરલ ઓઇલ મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ. એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર ફાળો પણ ખુબ ફાયદો અપાવે છે. સાથે જ શિયાળા માં સૌથી સારી ગ્રીન વેજિટેબલ્સ ખુબ સારા મળે છે. જેના સેવન થી તમારા વાળ, સ્કિન અને શરીર તંદુરસ્ત રાખે છે. શિયાળા મેથી ની ભાજી, પાલક, મૂળા ની ભાજી, લીલા શાક પણ તમારા સ્વસ્થ ને પ્રફુલ્લિત રાખવામાં મદદ કરશે. વસાણાં માં રહેલા પોષક તત્વો પણ સ્કિન, હેર ને તંદુરસ્ત રાખે છે.
શિયાળા શરીર ના સાંધા અને સ્કિન માટે ઉત્તમ માલીશ 
ઠંડી ની ઋતુ માં લોકો રોજ માલીશ કરવાનું પસંદ કરતા હોય છે. આ સીઝન માં યોગ્ય રીતે માલીશ કરીએ તો ત્વચા ની અંદર ઉતરેલું તેલ ઘણા ફાયદા કરે છે. સાથે જ જો તમે કસરત કરો છો તો માલીશ તમારા શરીર ને સુડોળ બનાવમાં મદદ કરે છે. લોકો બદામ ના તેલ, કોપરેલ નું તેલ, ઓલિવ ઓઇલ અને સરસવ ના તેલ નો ઉપયોગ માલીશ માટે કરતા હોય છે. તમારી ત્વચા ખુબજ રૂક્ષ હોય તો તમે કોપરેલ નું તેલ બેસ રિઝલ્ટ આપશે સાથે જ ઓલિવ ઓઇલ ના ઉપયોગ થી તમારી ત્વચા સિલ્કી અને મુલાયમ બનશે. જો તમને સાંધા ના દુખાવો હોય તો સરસવ ના તેલ થી માલીશ થી બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે.
નેચરલ ઘર ગથ્થું વસ્તુઓ નો બનાવો ફેસ પેક 
શિયાળા માં નેચરલ વસ્તુઓ ના ઉપયોગ થી બનાવેલ ફેસ પેક સ્કિન માં ગ્લો લાવા ની સાથે પોષણ પણ આપશે. તમારી સ્કિન ખુબ ઓઈલી હોય તો ફેસ પર ઓરેન્જ નો પલ્પ લગાવી 10 મિનિટ બાદ ધોઈ કોપરેલ નું તેલ લગાવી ફેસ વોશ કરવાથી સ્કિન ખુબ હેલ્થી અને સિલ્કી બનશે. જો તમારી સ્કિન ખુબ ડ્રાય હોય તો તમે કેળા ના પલ્પ ને મોહ પર માલીશ કરો 10 મિનિટ બાદ મોહ ધોઈ ને ફેસ ક્રીમ લગાવીદો. સાથે તમે પપૈયા નો પણ ઉપયોગ કરી શકો છો. તમાર ચેહરા પર ખીલ હોય તો લીમડા ની પેસ્ટ નો ઉપયોગ તમને શ્રેષ્ઠ રિઝલ્ટ આપશે.
દૂધ મધ અને બદામ તમારી સ્કિન ને પ્રફુલ્લિત કરશે 
કહેવાય છે દૂધ નો ઉપયોગ જો સ્કિન માટે થાય તો આપણી સ્કિન પણ દૂધ જેવી હેલ્ઘી અને સ્વસ્થ બને છે. તમે ફેસ પેક માં દૂધ નો ઉપયોગ ખુબ સારું રિઝલ્ટ આપી શકે છે. ફક્ત દૂધ ની માલીશ ફેસ અને શરીર પર કરવાથી બધી રૂક્ષ ત્વચા માં જાણે જાન આઈ જાય છે. દૂધ ની અંદર બદામ નો પાવડર અને મધ અને થોડી હળદર નાખી ને પેસ્ટ બનાવી 10 મિનિટ સુધી રાખવાથી સ્કિન માં અલગ જ રિઝલ્ટ મળશે.સાથે જ મૃત કોશિકાઓ ને પણ હેલ્ધી બનાવે છે.
મોઇશ્ચુરાઇઝર નો યોગ્ય ઉપયોગ કરો 
તમારી ત્વચા શિયાળા માં વધારે સેન્સેટિવ થઇ જતી હોય છે. ઠંડી વધતા જ રૂક્ષ બની જાય છે..સાથે જ ડ્રાય થાય એટલે પોપડીઓ થાય છે. એવું ન થાય તે માટે યોગ્ય રીતે ક્રીમ નો ઉપયોગ કરો. સવારે સ્નાન બાદ તરત જ શરીર અને મોં પર ક્રીમ લગાવો અને બોડી લોશન શરીર માટે ઉપયોગ કરો બને ત્યાં સુધી મોં પર ફેસ ક્રીમ નો ઉપયોગ કરો કારણકે ફેસ ક્રીમ માં ઓઇલ નું પ્રમાણ ઓછું હોવાથી સ્કિન વધુ ઓઈલી નહિ લાગે. દિવસ માં જેટલી વાર મોં ધોવો બાદ માં ક્રીમ નો ઉપયોગ કરો. બહાર થી આવી ડસ્ટ વાળુ મોં હોય તો કયારેય પણ ડિરેક્ટ ક્રીમ નો ઉપયોગ ન કરો તેનાથી પિમ્પલ થવાની સંભાવના છે.
જો તમે પણ શિયાળા માં સ્કિન પ્રોબ્લેમ થી પરેશાન છો તો આવી નાની ટિપ્સ નો ઉપયોગ કરી સ્કિન ની સંભાળ રાખી શકો છો. હંમેશ શિયાળા કે ઉનાળા માં કોસ્મેટિક વસ્તુઓ ના વધુ પડતા ઉપયોગ કરતા ઘર ગથ્થું ઉપાય થી શરીર અને સ્કિન ને તંદુરસ્ત રાખો એના ઉપયોગ થી તમારી સ્કિન ને નુકશાન થવાની સંભાવના ખુબ ઓછી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.