Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કષ્ટભંજન હનુમાન દાદાને 500 કિલો જામફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો 

03:25 PM Dec 02, 2023 | Maitri makwana

અહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ જિલ્લામા આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કારતક માસ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને 500 કિલો જામફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. અને મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય અન્નકૂટના દર્શન કર્યા 

જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે.

સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે

હનુમાનજી મંદિર દ્વારા દરેક તહેવારોની ઉત્સાહ પૂર્વક અને રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે તેમજ હનુમાનજી મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

દાદાને 500 કિલો જામફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો 

ત્યારે આજે કારતક માસ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને 500 કિલો જામફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો તેમજ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્યઅન્નકુટના દર્શનનો લાભ લીધો હતો.

આ પણ વાંચો – ગોલમાલના ‘ફેસબુક’થી લઈને અક્ષય કુમારના ‘એન્ટરટેનમેન્ટ’ સુધી, આ પ્રાણી સપ્લાયર્સ બોલિવૂડને કરે છે મદદ