Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત

03:36 PM Apr 06, 2024 | Hardik Shah

Mahipal Singh Makrana : ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ (Kshatriya Community) છેલ્લા ઘણા દિવસોથી માંગ કરી રહ્યો છે. આ મુદ્દે ક્ષત્રિયાણીઓ પણ મેદાને ઉતર્યા છે. ત્યારે હવે આ આંદોલનમાં કરણી સેનાએ પણ એન્ટ્રી કરી છે. જણાવી દઇએ કે, આજે રાજપૂત કરણી સેના (Karni Sena) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા (Mahipal Singh Makrana) ક્ષત્રિય સમાજને સમર્થન આપવા માટે ગુજરાતમાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં તેમની પોલીસે અટકાયત  (detained by the police) કરી હોવાનુ સામે આવી રહ્યું છે. તેઓ જે સમયે ક્ષત્રિયાણીઓને મળવા જતા હતા તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

ક્ષત્રિયાણીઓને મળવા જતા પહેલા પોલીસે કરી અટકાયત

ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલ વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિરોધ વચ્ચે આજે જ્યારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ પોલીસે તેમની બોપલમાંથી અટકાયત કરી છે. તેમની અટકાયત દરમિયાન પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહિપાલસિંહની ધરપકડ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તેટલું જ નહીં બીજી બાજુ, પ્રજ્ઞાબાને મળવા આવેલી મહિલાઓની પણ પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સોશિયલ મીડિયામાં ચીમકી ઉચ્ચરી હતી તે પછી તેમને તેમના જ નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મળતી માહિતી અનુસાર, મહિપાલસિંહ આ સમગ્ર મામલાને શાંત કરવા માટે અમદાવાદના બોપલમાં પ્રજ્ઞાબાને મળવા આવ્યા હતા. પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરતા બોપલમાં માહોલ ગરમાયો હતો.

રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલાના (Parshottam Rupala) વિરોધમાં એક તરફ પોસ્ટર લાગી રહ્યા છે. ત્યારે બીજી તરફ પરશોત્તમ રુપાલા પણ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. આજે તેઓ વહેલી સવારે રાજકોટમાં વકીલ દિલીપ પટેલના ઘરે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મહત્ત્વની બેઠક અને વિરોધરૂપે રેલીનું પણ આયોજન કરાયું છે. ક્ષત્રિય સમાજ આ લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો – BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

આ પણ વાંચો – Parshottam Rupala : એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર