Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Karnataka : રમતા રમતા 16 ફૂટ ઊંડા બોરવેલમાં દોઢ વર્ષનો માસૂમ બાળક પડ્યો, બચાવ કામગીરી ચાલુ…

11:37 AM Apr 04, 2024 | Dhruv Parmar

કર્ણાટક (Karnataka)ના વિજયપુરામાં દોઢ વર્ષનો માસૂમ છોકરો રમતા રમતા બોરવેલમાં પડી ગયો. બોલવેલમાં પડી જતાં બાળકના રડવાનો અવાજ આવતા પરિવારજનો સહિત આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે 24 મહિનાના માસૂમ બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ટીમની માહિતી અનુસાર બોલવેલની ઊંડાઈ 16 ફૂટ હોવાનું કહેવાય છે.

બે વર્ષનું માસુમ બાળક બોરવેલમાં પડી ગયું…

પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટક (Karnataka)ના વિજયપુરાના લચાયણ ગામમાં દોઢ વર્ષનું માસુમ બાળક લગભગ 16 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ બોરવેલમાંથી રડવાનો અવાજ સાંભળ્યો હતો. બાળક બોરવેલમાં પડ્યું હોવાની જાણ પરિવાર સાથે પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ અને પોલીસે બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

બાળક રમતા રમતા બોરવેલમાં પડ્યું…

આ મામલે વધુ માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રેસ્ક્યુ ટીમની માહિતી અનુસાર બોરવેલની ઊંડાઈ 16 ફૂટ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે બાળક રમતા રમતા બોલવેલમાં પડી ગયો હતો. બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ અને પોલીસે સાંજે સાડા છ વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસની સાથે રેવન્યુ અધિકારીઓ, ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગના અધિકારીઓ પણ હાજર છે.

આ પણ વાંચો : Delhi : CM કેજરીવાલની અરજી પર આજે થશે નિર્ણય? ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી…

આ પણ વાંચો : Lok Sabha Election : કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું, કહ્યું- પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે…

આ પણ વાંચો : Haryana : સુધરે એ કોંગ્રેસ નહીં, રણદીપ સુરજેવાલાએ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી, Video Viral