Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હિજાબ ધર્મ અને આસ્થાનો ભાગ નથી : કર્ણાટક હાઇકોર્ટ, ઓવૈસીએ આપી પ્રતિક્રિયા

07:23 AM Apr 26, 2023 | Vipul Pandya

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે, હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાનીના પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે, ઇસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી. કોર્ટે કહ્યું છે કે શાળાના ગણવેશ અંગેની જવાબદારી યોગ્ય સંચાલનની છે. વિદ્યાર્થી કે વિદ્યાર્થી તેને નકારી શકે નહીં. ચુકાદા બાદ તમામ જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેંચ 9 ફેબ્રુઆરીએ આ મામલાની સુનાવણી કરવા માટે રચવામાં આવી હતી. વિદ્યાર્થીની વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે તેઓને વર્ગ દરમિયાન પણ હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે હિજાબ તેમના ધર્મનો આવશ્યક ભાગ છે.
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે 25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. આ સાથે કોર્ટે પોતાનો નિર્ણય પણ સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણયને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરે આજે (15 માર્ચ) તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

ઓવૈસીની  હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા
AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ  હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, હું આ નિર્ણય સાથે સહમત નથી અને તે મારો અધિકાર છે. મને આશા છે કે અરજદારો આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
ઓવૈસીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા. તેમણે લખ્યું કે ચુકાદાએ ધર્મ, સંસ્કૃતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવ્યો છે. તેથી મને આશા છે કે માત્ર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જ નહીં પરંતુ અન્ય ધાર્મિક સંસ્થાઓ પણ આ નિર્ણય સામે અપીલ કરશે.
શું છે વિવાદ 
કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983ની કલમ 133 લાગુ કરી હતી. આ અંતર્ગત તમામ શાળા અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરકારી શાળા-કોલેજોમાં માત્ર નિયત યુનિફોર્મ જ પહેરવાનો રહેશે. સાથે જ ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે. માહિતી અનુસાર, કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ જાન્યુઆરી 2022 દરમિયાન શરૂ થયો હતો. ત્યારે ઉડુપીની એક સરકારી કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી હતી. આમ છતાં યુવતીઓ હિજાબ પહેરીને પહોંચી હતી. જ્યારે તેને અટકાવવામાં આવ્યો ત્યારે અન્ય કોલેજોમાં પણ વિવાદો શરૂ થયા હતા.