+

Karnataka સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમો હવે OBC ગણવામાં આવશે, મળશે તમામ લાભ

Karnataka Muslim IN OBC List : કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગમાં (OBC) સમાવેશ કર્યો છે. આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને આપી…

Karnataka Muslim IN OBC List : કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગમાં (OBC) સમાવેશ કર્યો છે. આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને આપી હતી. NCBC એ બુધવારે કર્ણાટક સરકારના નિર્ણયની પૃષ્ટિ કરી હતી. સમાચાર એજન્સી ANI ના અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ પંચે કહ્યું કે, કર્ણાટકના સરકારી આંકડા અનુસાર મુસ્લિમોની તમામ જાતી અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રેણી-2 B હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને OBC માનવામાં આવ્યા છે. શ્રેણી-1 માં મુસ્લિમ સમુદાયોને ઓબીસી માનવામાં આવે છે. શ્રેણી-2 A માં 19 મુસ્લિમ સમુદાયોને OBC ગણવામાં આવ્યા છે.

NCBC એ પ્રેસ રિલીઝમાં શું જણાવ્યું?

NCBC ના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહીરના જણાવ્યા અનુસાર કર્ણાટક સરકારના નિયંત્રણમાં આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને OBC ની રાજ્ય યાદીમાં સમાવેલ કરવામાં આવ્યા છે. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને લેખિત જાણ કરી છે કે, મુસ્લિમ અને ક્રિશ્ચિન જેવા સમુદાય ન તો જાતિ છે અને ન ધર્મ કર્ણાટક રાજ્યમાં મુસ્લિમ વસ્તી 12.92 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક લઘુમતી માનવામાં આવે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર કર્ણાટક રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 12.32 ટકા છે.

આ મુસ્લિમ સમુદાયોને કેટેગરી-1 માં OBC ગણવામાં આવે છે

17 મુસ્લિમ સમુહને શ્રેણી 1 માં OBC માનવામાં આવ્યા છે. જેમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી, નાલબંધ, કસાઇ, અથારી, શિક્કાલિંગારા, સિક્કાલિંગર, સાલાબંધ, બાજીગારા, જોહારી અને પિંજારાનો સમાવેશ થાય છે.

Whatsapp share
facebook twitter