+

Kamal Nath Latest News : ભાજપમાં જોડાવવાના સવાલ પર જાણો કમલનાથે શું કહ્યું ?

Kamal Nath Latest News : ભારતની સૌથી જુની પાર્ટી ગણાતી કોંગ્રેસ હવે ધીમે ધીમે તૂટતી જોવા મળી રહી છે. પાર્ટીના નેતાઓ એક પછી એક અલવિદા કહી રહ્યા છે અને ઘણા…

Kamal Nath Latest News : ભારતની સૌથી જુની પાર્ટી ગણાતી કોંગ્રેસ હવે ધીમે ધીમે તૂટતી જોવા મળી રહી છે. પાર્ટીના નેતાઓ એક પછી એક અલવિદા કહી રહ્યા છે અને ઘણા અન્ય પક્ષ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં કમલનાથ વિશે પણ કઇક આવી જ ચર્ચાઓ તેજ થઇ હતી કે તેઓ કોઇ પણ સમયે પાર્ટીને છોડી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે. આ આશંકાએ છેલ્લા એક સપ્તાહથી કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે, ત્યારે ભાજપના નેતાઓએ આ પ્રશ્ન પર મૌન જાળવ્યું છે.

શું આ દબાણનું રાજકારણ છે?

કમલનાથ તેમના પુત્ર નકુલ સાથે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ છેલ્લા 3-4 દિવસથી જોરશોરથી ચાલી રહી હતી પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ નથી. તો શું કમલનાથ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની નાડી દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? મતલબ કે શું આ દબાણનું રાજકારણ છે? શું તેઓ દબાણનો સહારો લઈને હાઈકમાન્ડ સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેમના નજીકના સંબંધીઓ સતત કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસમાં અપમાનનો ભોગ બન્યા છે. તેમની અવગણના કરવામાં આવી અને તેમનું અપમાન કરવામાં આવ્યું. દીપક સક્સેનાએ કહ્યું કે તે અપમાનથી દુઃખી છે. જોકે, આ વચ્ચે તેમના ભાજપમાં જોડાવવાની ચર્ચાઓએ મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો હતો. સુત્રો સતત કહી રહ્યા છે કે કમલનાથ તરફથી કોઇને કોઇ મોટો નિર્ણય થોડા દિવસમાં સાંભળવા મળી શકે છે.

કમલનાથ ભાજપમાં જોડાવાના પ્રશ્નથી નારાજ

જોકે, સવાલ હજું પણ ઉભો છે કે શું કોંગ્રેસ અને ગાંધી પરિવારના સૌથી વિશ્વાસુ નેતા કમલનાથ ભાજપમાં પ્રવેશ કરશે? આ સવાલોના જવાબ માટે મીડિયાકર્મીઓ સતત કમલનાથનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રશ્નો પૂછી રહ્યા છે. તાજેતરમાં જ આ મામલે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે કમલનાથ ભાજપમાં જોડાવાના પ્રશ્નથી નારાજ થઈ ગયા. જો કે તેમણે મીડિયાકર્મીઓ સામે કોઈ નારાજગી વ્યક્ત કરી ન હતી, પરંતુ ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે તેઓ જે પણ નિર્ણય લેશે તે ચોક્કસ તેમને જાણ કરશે. તેઓ એ પણ જણાવશે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે કે નહીં. અત્યારે હું બારમુંમાં જાઉ છે, તમારે આવું હોય તો ચાલો. જુઓ આ વિડિયો..

આ પણ વાંચો – KamalNath: ‘કમલનાથે કહ્યું- હું કોંગ્રેસી હતો, છું અને રહીશ; જીતુ પટવારીએ કર્યો દાવો

આ પણ વાંચો – West Bengal: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસા મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter