Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કડીની 9 વર્ષની નાનકડી વેદા પટેલ યોગમાં થઈ રહી છે પારંગત

11:17 AM Apr 27, 2023 | Vipul Pandya
અહેવાલ–મુકેશ જોશી, મહેસાણા

 

  • કડીની 9 વર્ષની વેદા પટેલ યોગમાં થઈ રહી છે પારંગત
  • નાની વયે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી મેળવ્યું સન્માન
  • ત્યાર બાદ સ્ટેટ લેવલે પણ પ્રથમવાર મેળવ્યું ચોથું સ્થાન
  • વેદા પટેલને યોગીની પૂજા પટેલ આપી રહ્યા છે કોચિંગ
  • 9 વર્ષની છોકરી મોટી થઈ બનવા માંગે છે પૂજા પટેલ જેવી યોગિની
  • અભ્યાસની સાથે યોગની પણ લઈ રહી છે ટ્રેનિંગ
મહેસાણા જિલ્લાના કડીની 9 વર્ષની નાની વયે વેદા પટેલ યોગ અભ્યાસ કરી પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે આગળ વધી રહી છે. વેદા પટેલ યોગની સાથે અભ્યાસ માં પણ ખૂબ રુચિ ધરાવે છે.
9 વર્ષની બાળકી રબરની જેમ પોતાનું નાનું એવું શરીર વાળે છે
કડીનું નામ પહેલા મિસ યોગીની પૂજા પટેલે યોગ ક્ષેત્રે આગળ વધાર્યું, હવે પૂજા પટેલની પાસે યોગ અભ્યાસ કરતી માત્ર 9 વર્ષની વેદા પટેલ પણ યોગમાં ખૂબ જ રસ દાખવી પ્રગતિના પથે આગળ વધી રહી છે.  માત્ર 9 વર્ષની બાળકી રબર ની જેમ પોતાનું નાનું એવું શરીર વાળી ભલભલાને આકર્ષી રહી છે. વેદ પટેલની હજુ ઉંમર નવ વર્ષની જ છે પરંતુ તેના ઈરાદાઓ બહુ મજબૂત છે. વેદા પટેલ મોટી થઈ પોતાના કોચ અને યોગ ગુરુ પૂજા પટેલને પોતાનું આદર્શ માની રહી છે અને યોગમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરવા માંગે છે.

વેદા ખૂબ જ ચપળ છે
વેદાએ જિલ્લા કક્ષાની યોગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં તે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છે અને ત્યાર બાદ રાજ્ય કક્ષાની જે સ્પર્ધા યોજાઇ હતી તેમાં તેને ચોથો ક્રમાંક મેળવ્યો છે. વેદા પટેલ હાલમાં મિસ યોગીની પૂજા પટેલ પાસે યોગાભ્યાસ કરી રહી છે. પૂજા પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે વેદા ખૂબ જ ચપળ છે તે માત્ર ઈશારામાં જ યોગ વિશે ઝડપી કેચપ કરી લે છે. નાની વયે વેદાની યોગ પ્રત્યે નિપુર્ણતા જોઈ મને પણ મારું બાળપણ યાદ આવી રહ્યું છે. તેને કોઈ પણ યોગ વિશે માહિતી આપવામાં આવે તો તે તરત કેચપ કરી લે છે. મને આનંદ છે કે મારા હાથ નીચે વેદા જેવા 12 થી વધુ બાળકો ને યોગ વિશે તાલીમ આપવાનો મોકો મળ્યો. વેદા પટેલ યોગમાં ખૂબ નિપુર્ણતા પ્રાપ્ત કરશે તેવો આત્મ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

પરિવારનો પણ સપોર્ટ
વેદા પટેલના માતા વર્ષા બેન પટેલે જણાવ્યું કે અમે મિસ યોગીની પૂજા પટેલના વિડીયો જોયા અને તેમને યોગમાં આગળ વધતી જોઈ અમને પણ ઉત્સાહ વધ્યો અને અમે વેદા ને યોગ અભ્યાસ માટે પૂજા પટેલના યોગ કોચિંગ ક્લાસમાં મૂકી. અમે વેદા માટે તમામ સહયોગ તેને આપી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે ચોક્કસ યોગ ક્ષેત્રે ખૂબ આગળ વધશે. હાલમાં વેદાએ જિલ્લા કક્ષાની યોગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં તે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છે અને ત્યાર બાદ રાજ્ય કક્ષાની જે સ્પર્ધા યોજાઇ હતી તેમાં તેને ચોથો ક્રમાંક મેળવ્યો છે.