Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજાને નવા રૂપરંગ મળ્યા, પ્રાચીન સિક્કાનું મ્યુઝીયમ શરૂ થયું

11:06 AM May 02, 2023 | Vishal Dave

જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજાને નવા રૂપરંગ મળ્યા છે, રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મજેવડી દરવાજામાં પ્રાચિન સિક્કાનું મ્યુઝીયમ શરૂ કરવામાં આવ્યું, મેયર ગીતાબેન પરમારના હસ્તે પ્રાચીન સિક્કાના મ્યુઝીયમનો પ્રારંભ કરવામાં આવ્યો, આ મ્યુઝિયમમાં છેલ્લા ત્રણસો વર્ષના ૬૦૦ થી વધુ સિક્કા જોવા મળશે, આગામી દિવસોમાં મજેવડી દરવાજામાં કાફે પણ શરૂ થશે અને સરદાર પટેલ દરવાજામાં પણ નવીન કામગીરી હાથ ધરવામાં આવશે.

જૂનાગઢના ગૌરવવંતા ઈતિહાસની સાક્ષી પૂરે છે મજેવડી દરવાજો 

જૂનાગઢનો ઐતિહાસિક મજેવડી દરવાજો આજે પણ અડીખમ છે અને ગૌરવવંતા ઈતિહાસની સાક્ષી પૂરે છે, મજેવડી દરવાજો જર્જરીત હાલતમાં હતો અને ત્યારબાદ તેનું રીસ્ટોરેશન કરવામાં આવ્યું હતું, નવીનીકરણની કામગીરી બાદ તે બંધ હાલતમાં હતો તેથી ફરી તેની ખરાબ હાલત ન થાય તે હેતુ તેનો વપરાશ જરૂરી હતો, મનપા દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઐતિહાસિક ઇમારતોની મરામત તથા જાળવણી કરતી સંસ્થાને તેનું કામ સોંપવામાં આવ્યું તે અંતર્ગત ઐતિહાસિક મજેવડી દરવાજામાં પ્રાચીન સિક્કાઓ ના મ્યુઝિયમનો પ્રારંભ કરવામાં આવ્યો છે,રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે આ મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૧૨ વર્ષના બાળકને નિઃશુલ્ક તથા વયસ્ક માટે ૪૦ રૂપિયા શુલ્ક રહેશે.

આ મ્યુઝિયમમાં સૌથી નાનો સિક્કો ત્રાવણકોરનો છે જે 1798 થી 1810 ની સાલનો છે

આ મ્યુઝિયમમાં છેલ્લા ત્રણસો વર્ષના ૬૦૦ થી વધુ સિક્કા જોવા મળશે જેમાં પ્રાચિન ભારતના સિક્કા, અંગ્રેજોના સમયના સિક્કા, આઝાદી પહેલાના અને પછીના સિક્કા અને દેશ વિદેશના ચલણી સિક્કાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

આ મ્યુઝિયમમાં સૌથી નાનો સિક્કો ત્રાવણકોરનો છે જે 1798 થી 1810 ની સાલનો છે જેનું વજન માત્ર 0.40 ગ્રામ છે અને તેમાં દેવી દેવતાઓની કૃતિ અંકિત છે, જ્યારે સૌથી મોટો ચલણી સિક્કો પાંચ રૂપિયાનો જવાહરલાલ નેહરૂની કૃતિ વાળો છે જેનું વજન 12.5 ગ્રામ અને ડાયામીટર 31 મીમી છે. જ્યારે એક પ્રાઈવેટ સિક્કો સૌથી મોટી સાઈઝનો છે જેમાં દેવીઓની કૃતિઓ આવેલી છે, આમ અનેકવિધ આકર્ષણરૂપ સિક્કાઓનો સંગ્રહ આ મ્યુઝિયમમાં જોવાલાયક છે.

મેયર ગીતાબેન પરમારના હસ્તે પ્રાચીન સિક્કાનું મ્યુઝીયમને ખુલ્લું મુકવામાં આવ્યું

મેયર ગીતાબેન પરમારના હસ્તે પ્રાચીન સિક્કાનું મ્યુઝીયમને ખુલ્લું મુકવામાં આવ્યું, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, કમિશ્નર રાજેશ તન્ના સહીતના મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આ મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યું છે, આગામી દિવસોમાં મજેવડી દરવાજા ખાતે ફુડ કાફે પણ શરૂ કરવામાં આવશે જેથી અહીં આવનાર પ્રવાસીઓ માટે ખાણીપીણીની સુવિધા પણ ઉપલબ્ધ થાય, આ સાથે સરદાર પટેલ દરવાજા માં પણ મજેવડી દરવાજાની માફક નવીનીકરણ બાદ તેનો ઉપયોગ શરૂ થાય તે પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે, જૂનાગઢમાં આવનાર પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉપલબ્ધ થયુ છે અને પ્રવાસીઓ જૂનવાણી ચલણ સાથે હેરિટેજનો આનંદ માણી શકે તે હેતુ મનપા દ્વારા આ મ્યુઝિયમ શરૂ કરવામા આવ્યું છે.