+

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનું કરાયું રસીકરણ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે.મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. જોકે, રસીકરણ બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. માણસો બાદ હવે પ્રાણીઓનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જીહા, જ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના મુખ્ય મથક એવા જુનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે.
મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. જોકે, રસીકરણ બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. માણસો બાદ હવે પ્રાણીઓનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જીહા, જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે સિંહ અને ત્રણ દીપડા પર રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ વેક્સિન આપવામાં આવી હોવાનો વનતંત્રએ એકરાર કર્યો છે. આ કોવિડ વેક્સિન પ્રાણીઓ માટે ખાસ બનાવેલી છે. જેનો પ્રથમ ડોઝ આ પ્રાણીઓને આપવામાં આવ્યો છે. આ રસીકરણ ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવ્યું છે. 
આ રસીકરણ માટે ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને મંજૂરી આપવામાં આવી છે. વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલે ટ્રાયલને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે હાલમાં પાંચેય પ્રાણીઓ બરોબર છે અને વેટરનરી ડૉકટરોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, “ICAR-નેશનલ રિસર્ચના વેક્સિન ડેવલપર્સની એક ટીમે રસીની પ્રથમ માત્રા પ્રાણીઓમાં ઇન્જેક્ટ કરી છે.” મળી રહેલી માહિતી અનુસાર, આ રસીકરણમાં સફળતા મળ્યા બાદ વધુ પ્રાણીઓનું પણ રસીકરણ થાય તેવી પૂરી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રાણી સંગ્રહાલય આઝાદી પહેલાં એટલે કે જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. સંકબારબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનને સકકરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 200 હેકટર (490 એકર) માં આવેલું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહીં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. 
Whatsapp share
facebook twitter