+

જૂનાગઢના કારીગરે બનાવી મોબાઇલની બેટરી વડે ચાલતી અનોખી સાયકલ, જાણો વિશેષતા

શું મોબાઇલની બેટરીઓનો ઉપયોગ કરી તેના પાવર વડે ચાલતી સાયકલ બનાવી શકાય ? તો જવાબ હા છે. જૂનાગઢના એક કારીગરે મોબાઇલની 120  વેસ્ટ બેટરીનો ઉપયોગ કરીને તેના પાવર વડે ચાલતી લીવર વાળી સાયકલ બનાવી છે. આ સાયકલની વિશેષતા એ છે કે તે સોલારથી ચાર્જ થાય છે અને એક વાર ચાર્જ થઇ ગયા બાદ તે 30 કિમીની ઝડપે 18થી 20 કિમી ચાલે છે. આ અનોખી સાયકલથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા à
શું મોબાઇલની બેટરીઓનો ઉપયોગ કરી તેના પાવર વડે ચાલતી સાયકલ બનાવી શકાય ? તો જવાબ હા છે. જૂનાગઢના એક કારીગરે મોબાઇલની 120  વેસ્ટ બેટરીનો ઉપયોગ કરીને તેના પાવર વડે ચાલતી લીવર વાળી સાયકલ બનાવી છે. 
આ સાયકલની વિશેષતા એ છે કે તે સોલારથી ચાર્જ થાય છે અને એક વાર ચાર્જ થઇ ગયા બાદ તે 30 કિમીની ઝડપે 18થી 20 કિમી ચાલે છે. આ અનોખી સાયકલથી લોકો આશ્ચર્યમાં મુકાયા છે. 
પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે જૂનાગઢના એક કારીગરે અનોખી સાયકલ બનાવી છે. જૂનાગઢ જીઆઇડીસીમાં એસી રીપેરીંગ કરતા કમલેશભાઈ સુરેલીયા એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. તેમણે જૂના મોબાઇલની 120 જેટલી બેટરી એકત્ર કરી તેના પાવર વડે ચાલતી લીવર વાળી સાયકલ બનાવી છે. 
આ સાયકલ પેડલ મારવાને બદલે લીવરથી ચાલે છે. બાઈકની જેમ જ લીવર આપવાથી  સાયકલની સ્પીડ વધે છે અને સાયકલના  પેન્ડલ મારવામાંથી મુક્તિ મળે છે.જૂનાગઢના આ કારીગરની સાયકલ જોવા માટે અનેક મેકેનિકલ એન્જિનિયરો પણ આવી ગયા છે.
હવે બજારમાં ઇલેક્ટ્રીક બાઈક તો મળી રહ્યા છે જેમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી બેટરીઓ ફાટવાની ઘણી ઘટનાઓ બની રહી છે પરંતુ કમલેશભાઈ જે મોબાઈલ બંધ થઈ ગયા છે તે મોબાઇલની 120 જેટલી બેટરી એકત્ર કરી તેમાંથી એક બેટરી બનાવી આ બેટરી મારફત સાયકલ ચલાવી રહ્યા છે.
 આ સાયકલ 30 કી.મી ની પ્રતિ કલાક ઝડપે ચાલે છે અને એકવાર ચાર્જ કર્યા બાદ 18 થી 20 કિલોમીટર ચાલે છે આ બેટરી ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રીક પાવરનો ઉપયોગ કરવાને બદલે તેઓએ સોલાર સિસ્ટમ પણ લગાવી છે અને સોલાર વડે બેટરી ચાર્જ થાય છે. 
Whatsapp share
facebook twitter