Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh Chaitra Navratri: લોકડાયરામાં ડોલ ભરીને લોકસભાના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ

06:59 PM Apr 10, 2024 | Aviraj Bagda

Junagadh Chaitra Navratri: દેશમાં ચૈત્રી નવરાત્રી (Chatri Navratri) નો પ્રારંભ થઈ ચૂંક્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો પર ચૈત્રી નવરાત્રી (Chatri Navratri) ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આવેલા મા દુર્ગાના મંદિરમાં ભક્તો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ચૈત્રી નવરાત્રી (Chatri Navratri) ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

  • જુનાગઢના મોગલ ધામમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન
  • ડાયરા કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ
  • લોકસભાના ઉમેદવારો પર ડોલ ભરીને રૂપિયાનો વરસાદ

ત્યારે ગઈકાલે જુનાગઢ (Junagadh) માં આવેલા મોગલ ધામમાં ચૈત્રી નવરાત્રિ (Chatri Navratri) પ્રથમ નોરતે ભવ્ય મા મોગલની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મોગલ ધામમાં રાત્રીના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાત (Gujarat) ના સુપ્રસિદ્ધ ડાયરા કલાકારો કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ જીજ્ઞેશ કવિરાજ સહિત વિવિધ કાલાકારોએ લોકોમાં ડાયરાનો રંગ જમાવ્યો હતો.

ડાયરા કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ

આ ડાયરાના દરમિયાન કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. કલાકારો પર 100 અને 500 ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેમજ આ ભવ્ય ડાયરામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, લોકસભા બંને પક્ષના ઉમેદવા રાજુભાઈ ચુડાસમા અને જુનાગઠના Congress લોકસભા ઉમેદવાર હીરાભાઈ જોટવા સાથે અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાના ઉમેદવારો પર ડોલ ભરીને રૂપિયાનો વરસાદ

તે ઉપરાંત BJP અને Congress ના લોકસભા બેઠકના ઉમેદવાર રાજુભાઈ ચુડાસમા અને હીરાભાઈ જોટવા પર દાતાઓએ ડોલ ભરી-ભરીને રુપિયાનો અનરાધાર વરસાદ કર્યો હતો. જોકે આ વખતે પહેલી 2009 બાદ આહીર સમાજના આગેવાનને Congress ને ટિકિટ આપી છે. તેથી Congress એ લોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવાર વર્ષ 2009 નો ચૂંટણી દાવ રમ્યો છે.

આ પણ વાંચો: VADODARA : શકમંદે ચોરીનો મોબાઇલ ચાલુ કર્યો અને પોલીસ એલર્ટ થઇ

આ પણ વાંચો: Tankara : રહસ્યમયી પથ્થરમારાના કારણે સ્થાનિકો અને પોલીસની ઉંઘ હરામ

આ પણ વાંચો: VADODARA : સોની પોળમાં જર્જરિત મકાનની છત ધરાશાયી, વૃદ્ધા ઇજાગ્રસ્ત