+

Junagadh : PI તરલ ભટ્ટના ઘરે ATS ના દરોડા, કેશોદ પોલીસ સ્ટેશનમાં PSI પર બે આરોપીઓનો હુમલો

જુનાગઢ (Junagadh) તોડકાંડ મામલે ATS ની કાર્યવાહી ઝડપી બની છે. ગુરુવારે સવારે ATS ની એક ટીમ દ્વારા PI તરલ ભટ્ટના (PI Taral Bhatt) અમદાવાદ ખાતે આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા…

જુનાગઢ (Junagadh) તોડકાંડ મામલે ATS ની કાર્યવાહી ઝડપી બની છે. ગુરુવારે સવારે ATS ની એક ટીમ દ્વારા PI તરલ ભટ્ટના (PI Taral Bhatt) અમદાવાદ ખાતે આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ PI તરલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પર આજે જુનાગઢ કોર્ટમાં (Junagadh court) સુનાવણી હાથ ધરાશે. ઉપરાંત, અન્ય એક સમાચારમાં જૂનાગઢ – કેશોદ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પર બે આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

માધવપુરા સટ્ટાકાંડમાં ભ્રષ્ટાચાર કરનારા PI તરલ ભટ્ટ વિરુદ્ધ જુનાગઢ (Junagadh) પોલીસે ગુનો નોંધ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સૂચના પછી પોલીસે આ કાર્યવાહી કરી હતી. જો કે, હવે એવી માહિતી છે કે જુનાગઢ તોડકાંડ મામલે ATS ની કાર્યવાહી તેજ બની છે. ગુરુવારે ATS ની ટીમ દ્વારા PI તરલ ભટ્ટના (PI Taral Bhatt) અમદાવાદ ખાતે આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. ATS દ્વારા તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે. બીજી તરફ PI તરલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન અરજી પર જુનાગઢ કોર્ટમાં સુનાવણી થશે.

PSI પર બે આરોપીઓનો જીવલેણ હુમલો

બીજી તરફ જુનાગઢ-કેશોદ પોલીસ સ્ટેશનમાં (Keshod Police Station) PSI પર બે આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. માહિતી મુજબ, અગાઉ તપાસ હેઠળ પોલીસ અનેકવાર આરોપી મોહન અને કનકસિંહના ઘરે ગઈ હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા નહોતા. આથી પોલીસ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. દરમિયાન બંને આરોપી પીએસઆઈની ચેમ્બરમાં આવ્યા હતા અને તપાસ વહેલી પૂરી કરવાનું જણાવીને કેશોદ PSI જે. એ. કછોટ સાથે જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માહિતી મુજબ, બુધવાર સાંજે બંને આરોપી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બહારગામ જવાનું હોવાનું બહાનું કરી પીએસઆઈને તાત્કાલિક તપાસ કરવાનું કહીને મારામારી કરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો – SMC : રખડતા ઢોર મામલે સુરત પાલિકા આકરા પાણીએ, 56 હજાર પશુઓમાં લગાવી RIFD ચિપ્સ!

Whatsapp share
facebook twitter