+

Junagadh : કોંગ્રેસમાં વધુ એક ગાબડું, હવે આ નેતાએ અવગણના થતાં રાજીનામું આપ્યું

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં (BJP) સામેલ થયાનાં સમાચાર છેલ્લા અમુક દિવસથી સતત સામે…

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં (BJP) સામેલ થયાનાં સમાચાર છેલ્લા અમુક દિવસથી સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, જુનાગઢના (Junagadh) કેશોદમાં કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જુનાગઢના (Junagadh) કેશોદમાં પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. માહિતી મુજબ, પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારિયાને (Ashwin Khataria) તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયા હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અશ્વિન ખટારિયાએ જણાવ્યું કે, કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને તેઓ ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય કરશે.

કોંગ્રેસ નેતા અશ્વિન ખટારિયા

આ સાથે અશ્વિન ખટારિયાએ જણાવ્યું કે, મઢડા સોનલધામ ખાતે આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) આવ્યા ત્યારે પણ તેમની અવગણના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વર્ષોથી કોંગ્રેસ (Congress) પાર્ટીમાં રહી સારું કામ કરવા છતાં અમને સાઇડ લાઇન કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, આગામી એક બે દિવસમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને આગળની રણનીતિ નક્કિ કરવામાં આવશે. અશ્વિન ખટારિયાના રાજીનામાંથી કેશોદમાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

 

આ પણ વાંચો – High Court : સફાઈકર્મીઓના મોત બાદ વળતર નહીં ચુકવાતા HC નારાજ, કહ્યું – અમે આવા અભિગમને..!

Whatsapp share
facebook twitter