+

JP Naddaનો કાર્યકાળ એક વર્ષ લંબાવાયો, 2024ની લોકસભાની ચૂંટણી નડ્ડાના નેતૃત્વમાં લડાશે

BJP President : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયું છે.  આગામી એક વર્ષ સુધી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ જુન 2024 સુધીનો રહેશે અને આ સાથે જ આગામી 2024માં થનારી લોકસભાની ચૂંટણી પણ જેપી નડ્ડાના નેતૃત્વમાં લડાશે.સર્વસમ્મતિથી સમર્થનગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું કે, પાર્ટીએ બેઠકમાં રાજનાથ સિંહનો પ્રસ્તાવ રાખ્યો હà
BJP President : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયું છે.  આગામી એક વર્ષ સુધી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ જુન 2024 સુધીનો રહેશે અને આ સાથે જ આગામી 2024માં થનારી લોકસભાની ચૂંટણી પણ જેપી નડ્ડાના નેતૃત્વમાં લડાશે.
સર્વસમ્મતિથી સમર્થન
ગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું કે, પાર્ટીએ બેઠકમાં રાજનાથ સિંહનો પ્રસ્તાવ રાખ્યો હતો અને ભાજપ કાર્યકારિણી દ્વારા તેને સ્વિકારી લીધો. અમારા બંધારણ પ્રમાણે સંગઠનની ચૂંટણી થાય છે આ વર્ષે સભ્યપદનું વર્ષ છે. કોરોનાના કારણે સમયસર સભ્યપદનું કામ થઈ શક્યું નહોતું તેથી બંધારણ પ્રમાણે કાર્યવિસ્તાર કરવામાં આવ્યો છે. એવામાં રાજનાથસિંહે પ્રસ્તાવ રાખ્યો, સર્વસમ્મતિથી સમર્થન મળ્યું.
લક્ષ્ય
તેમણે કહ્યું, હવે નડ્ડાજી જુન 2024 સુધી અધ્યક્ષ બનેલા રહેશે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન અમારું બિહારમાં સૌથી વધારે સ્ટ્રાઈક રેટ રહ્યો, મહારાષ્ટ્રમાં પણ NDAએ બહુમતિ મેળવી. ઉત્તરપ્રદેશમાં પણ જીત મળી, બંગાળમાં પણ અમારી સીટો વધી, ગુજરાતમાં અમે પ્રચંડ બહુમતિ મેળવી. ઉત્તર પૂર્વમાં પણ કામ કર્યું. અમિત શાહે એ વાત પર પણ ભાર મુક્યો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જેપી નડ્ડા સાથે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવામાં આવશે. વર્ષ 2019થી વધારે સીટો જીતીશું.
શાહ બાદ નડ્ડાએ સંભાળ્યું હતું પદ
અમીત શાહ બાદ જેપી નડ્ડાએ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી ત્યારે અમિત શાહને કેન્દ્રની રાજનીતિમાં લાવવામાં આવ્યા હતા. તેઓ ગૃહમંત્રી બનાવી દેવામમાં આવ્યા હતા. જ્યારે જેપી  નડ્ડાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય થયો.
પડકાર
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આ નવી ઈનિંગમાં તેમની સામે આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવી મોટો પડકાર સાબિત થશે. ભાજપનું ફોકસ હંમેશા બૂથ મેનેજમેન્ટ અને જમીન પર સંગઠન મજબુત થાય તેના પર રહે છે. હાલ ભાજપ પોતાના ટાર્ગેટથી વધારે 1.30 લાખ બુથ સુધી પહોંચી ચુકી છે. આ આંકડો વધે તેવા અને ગ્રાઉન્ડ લેવલમાં પાર્ટીની સ્થિતિ વધુ મજબુત કરવાના પ્રયાસો થશે.
વડાપ્રધાનશ્રીની નજીકના નેતા
જગત પ્રકાશ નડ્ડા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નજીકના નેતા માનવામાં આવે છે. બંને નેતાઓએ પોતાના રાજકિય કારકિર્દીની શરૂઆતમાં જમીની સ્તરે સંગઠનને મજબુત કરવાનું કામ કર્યું છે. અનેક ઘટનામાં સાથે પાર્ટીના અનેક કાર્યક્રમોને આગળ ધપાવવાનું કામ કર્યું છે. એવામાં તેની સાથે તાલમેલ જોતા 2024ની ચૂંટણી પણ નડ્ડાના નેતૃત્વમાં લડવાની તૈયારી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter