+

JP Nadda એ કોંગ્રેસના મેનિફેસ્ટોને ગણાવ્યું ‘મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો’, જુઓ શું કહ્યું… Video

કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં તેની સરકાર બનશે તો જાતિ અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવામાં આવશે. આ સિવાય લઘુમતીઓને કપડાં, ભોજન અને તેમના અંગત કાયદા…

કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં તેની સરકાર બનશે તો જાતિ અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવામાં આવશે. આ સિવાય લઘુમતીઓને કપડાં, ભોજન અને તેમના અંગત કાયદા અંગે ગેરંટી આપવામાં આવશે. હવે આ વચનો માટે ભાજપ આકરા પ્રહારો કરી રહ્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું કે હું કોંગ્રેસનો મેનિફેસ્ટો જોઈને આશ્ચર્યચકિત છું. સોમવારે તેમણે કહ્યું કે કોંગ્રેસે તેના ઢંઢેરામાં મુસ્લિમ લીગની માનસિકતા દર્શાવી છે. તેમણે આ વચનો પર જવાબ આપવો પડશે.

કોંગ્રેસ મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની માનસિકતા દર્શાવાઈ…

જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું કે, આખરે કોંગ્રેસ કોના માટે 50 ટકાથી વધુ અનામત આપવાની વાત કરી રહી છે? તેમની સરકાર દરમિયાન તેમણે દેશના બહુમતી સમુદાય વિરુદ્ધ એવો કાયદો બનાવ્યો હતો જે લોકોને જેલમાં ધકેલી દેતો હતો. આ કાયદો સંસદમાં પસાર થઈ શક્યો નથી. હવે કોંગ્રેસ જે અનામતની વાત કરી રહી છે તે કોના માટે છે અને શા માટે? આ વાત કોંગ્રેસને જણાવવી પડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તેમનો ઢંઢેરો જોઈને અમને આશ્ચર્ય થાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે સંપૂર્ણપણે મુસ્લિમ લીગની માનસિકતા દર્શાવી છે.

રાહુલ ગાંધી નામાંકન વખતે કોંગ્રેસના ઝંડા પણ નહતા…

તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી નામાંકન માટે વાયનાડ પહોંચ્યા ત્યારે ત્યાં કોંગ્રેસના ઝંડા પણ ન હતા. આવું કેમ કરવામાં આવ્યું તે કોંગ્રેસ કહેશે નહીં. મુસ્લિમ લીગને ખરાબ ન લાગે તે માટે આવું થયું. આખરે કોંગ્રેસ તુષ્ટિકરણ માટે કેટલી હદે ઝૂકશે? તમને જણાવી દઈએ કે આ પહેલા યુપીના સહારનપુર અને રાજસ્થાનના પુષ્કરમાં એક રેલીને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓની છાપ દેખાઈ રહી છે. તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તમે લોકો યાદ રાખો કે રામલલાના અભિષેક માટે કોણ નથી આવ્યું.

આ પણ વાંચો : Kangana Ranaut : ‘બીફ’ ખાવાના આક્ષેપ પર કંગનાનો જોરદાર જવાબ, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Delhi liquor scam : દિલ્હી દારૂ કૌભાંડમાં વધુ એક AAP ધારાસભ્ય પર ગાળિયો કસાયો, ED એ પાઠવ્યું સમન્સ…

આ પણ વાંચો : Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…

Whatsapp share
facebook twitter