Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જોસ બટલરે ફટકારી IPL 2022ની પ્રથમ સદી, 66 બોલમાં કર્યા શાનદાર 100 રન

10:16 PM Apr 22, 2023 | Vipul Pandya

રાજસ્થાનના ઓપનર
જોસ બટલરે
IPL 2022ની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ
સામે સદી ફટકારી છે.
IPL 2022ની આ પહેલી સદી છે. બટલરે 66
બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.
IPLમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરની આ બીજી સદી છે. આ પહેલા તેણે IPL 2021માં સદી ફટકારી હતી.

javascript:nicTemp();

આજે રાજસ્થાન
રોયલ્સ સામે 2022
IPLની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ
જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન
રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર એક રન
બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પડિકલે 7 રન બનાવ્યા હતા. જોકે
, આ દરમિયાન બટલરે ઘણા શાનદાર શોટ લગાવ્યા અને ટીમને સ્કોર ઝડપી
રાખવામાં મદદ કરી. મુંબઈ ઈન્ડિયન્સ સામે જોસ બટલરનું પ્રદર્શન ઘણું સારું રહ્યું
છે. તેની છેલ્લી પાંચ ઇનિંગ્સ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન તેણે ચાર અડધી સદી
ફટકારી છે.


મુંબઈ ઈન્ડિયન્સ
સામે જોસ બટલરની છેલ્લી 5 ઈનિંગ્સ:-

94*(53)

89(43)

70(44)

41(32)

100(66)

 

જોસ બટલરે સદી
ફટકારવાની સાથે જ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે
IPLમાં સૌથી ધીમી સદી ફટકારનાર પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. IPLમાં સૌથી ધીમી સદીનો રેકોર્ડ મનીષ પાંડેના નામે છે તેણે 67 બોલમાં સદી ફટકારી હતી.


IPLમાં સૌથી ધીમી સદી

67 બોલમનીષ પાંડે

66 બોલજોસ બટલર*

66 બોલસચિન તેંડુલકર

66 બોલડેવિડ વોર્નર

64 બોલકેવિન પીટરસન

63 બોલ – વિરાટ
કોહલી

63 બોલકેએલ રાહુલ