Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્પેસમાં PORN ફિલ્મ શૂટ કરવા માંગે છે Johnny Sins, એલોન મસ્ક કરશે મદદ?

10:08 AM Apr 17, 2023 | Vipul Pandya

પોર્ન ઈન્ડસ્ટ્રીને નવી ઉંચાઈ પર લઈ જવા માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની ચર્ચાઓ થઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, ટોમ ક્રૂઝ એક સ્પેસ ફિલ્મ કરવા જઈ રહ્યો છે જેમાં તે પોતાની એક્શનને વધુ સારી બનાવવા માટે સ્પેસમાં શૂટિંગ કરશે. હવે પોર્ન ઈન્ડસ્ટ્રીએ પણ આ દિશામાં એક પગલું ભર્યું છે. પોર્ન ઈન્ડસ્ટ્રી (Porn Industries)ના સૌથી મોટા નામ જોની સિન્સ(Johnny Sins) એ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) પાસે મદદ માંગી છે.  

પોર્ન સ્ટાર જોની સિન્સ સ્પેસમાં કરશે ફિલ્મનું શૂટિંગ
એવા અહેવાલો છે કે, પોર્ન સ્ટાર જોની સિન્સ (Jonny Sins) અવકાશમાં જશે અને પોર્ન ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યાં તે ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરશે, જેથી પોર્ન પ્રેમીઓને નવો અનુભવ મળી શકે. આ માહિતી વિશે હજી સુધી કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પ્રોડક્શન હાઉસ આવી યોજનાઓ બનાવી રહ્યું છે. જ્યારે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને આ મામલાની જાણ થઈ તો તેમણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અવકાશ સંશોધન સંસ્થાઓ ખૂબ કડક છે. વૈજ્ઞાનિકોને ડર છે કે જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં સંભોગના પરિણામે ગર્ભવતી બને છે, તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. પરંતુ પોર્ન સ્ટાર જોની સિન્સ નિયમો તોડવા માંગે છે. તે અવકાશમાં સંભોગ કરનાર પ્રથમ વ્યક્તિ બનવા માંગે છે. અને આ સપનું પૂરું કરવાની સાથે તે અમેરિકાના અબજોપતિ એલોન મસ્કને પ્રભાવિત કરવા માંગે છે.

અવકાશ યાત્રા શરૂ થવાની જોવાઇ રહી છે રાહ
44 વર્ષીય જોની સિન્સ પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ છે. તેણે હાલમાં જ એક અંગ્રેજી વેબસાઈટને ઈન્ટરવ્યૂં આપ્યું હતું. આ ઈન્ટરવ્યૂં દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે ઘણી ભૂમિકાઓ કરી છે, તેમાંથી તમારો ફેવરિટ રોલ કયો છે? તેના પર જોની સિન્સે કહ્યું, ‘મને લાગે છે કે ડોક્ટર મારું સૌથી પ્રખ્યાત પાત્ર છે. આગળ તેણે તુરંત જ કહ્યું કે મને અવકાશયાત્રી બનવું ખૂબ જ ગમે છે. જોકે, હું હજુ સુધી અવકાશમાં જઈ શક્યો નથી, હું માત્ર ટૂંક સમયમાં જ અવકાશ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું.

એલન મસ્ક કરશે મદદ!
જોનીએ કહ્યું, ‘તે ખૂબ જ કૂલ હશે, હું અવકાશમાં પ્રથમ પરફોર્મર બનવા માંગુ છું. જ્યારે અવકાશમાં જવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, ત્યારે કોઈએ આવું વિચાર્યું પણ નહોતું, પરંતુ હવે કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા જઈ રહ્યા છે. તેથી મને લાગે છે કે તે અદ્ભુત હશે અને તે જલ્દી જ થવાનું છે. આ પછી જોનીએ મજાકમાં કહ્યું, ‘મને લાગે છે કે એલોન મસ્ક ચોક્કસપણે આને સમર્થન કરશે. SpaceX માટે આ એક શાનદાર પ્રમોશન હશે.