+

Joe Biden ની દક્ષિણ કેરોલિનામાં ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં ભવ્ય જીતી

Democratic primary : અમેરિકન પ્રમુખ જો બાયડેન (Joe Biden) દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઈમરી (Democratic primary) ચૂંટણીમાં જીતી ગયા છે. જો બાયડેને શનિવારે દક્ષિણ કેરોલિના (South Carolina)માં મિનેસોટા પ્રતિનિધિ ડીન…

Democratic primary : અમેરિકન પ્રમુખ જો બાયડેન (Joe Biden) દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઈમરી (Democratic primary) ચૂંટણીમાં જીતી ગયા છે. જો બાયડેને શનિવારે દક્ષિણ કેરોલિના (South Carolina)માં મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ (Dean Phillips) અને લેખક મરિયાને વિલિયમસન (Marianne Williamson) સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા હતા. આ સાથે જ જો બાયડેન પક્ષ તરફથી ઉમેદવારીમાં ટોચ પર છે. બાયડેને પણ દક્ષિણ કેરોલિનામાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ જીત તેમના અભિયાનને સફળતાના પંથે આગળ લઈ જશે.

 

દક્ષિણ કેરોલિનામાં ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી

જો બાયડેને આ ચૂંટણીમાં સારી જીત મેળવી છે, જે તેમને મુખ્ય ચૂંટણીમાં મદદ કરશે. અમેરિકન પ્રમુખ જો બાયડેને ચૂંટણી પ્રચારમાં ભારે રોકાણ કર્યું છે જેથી તેઓ વધુમાં વધુ મત મેળવી શકે. તેમની ખાસ કરીને અશ્વેત મતદારો (black voters) પર નજર છે, જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

 

ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા

અમેરિકાના ડેલવેર (Delaware)માં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે અમેરિકન પ્રમુખ જો બાયડેને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આકરા પ્રહારો કર્યા હતા. જો બાયડને કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના દાવેદારો ‘કોઈ પણ બાબતની તરફેણમાં નથી અને દરેક વસ્તુનો વિરોધ કરે છે.’ બાયડેને ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું નામ લીધું ન હતું, પરંતુ તેમનો આ પ્રહાર ટ્રમ્પ પર જ હતો.

આ  પણ  વાંચો  Chile ના જંગલની ભીષણ આગમાં 46 લોકોના મોત

 

Whatsapp share
facebook twitter