Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jetpur Municipality: નવો વાહન વેરો લાગુ કરતા જેતપુર તાલુકામાં પાલિકા વિરુદ્ધ પ્રજાનું વિરોધ પ્રદર્શન

08:34 PM Feb 17, 2024 | Aviraj Bagda

Jetpur Municipality: જેતપુર નગરપાલિકા (Municipality) શહેરીજનો ઉપર એક વધું એક નવો વાહન વેરો લાગુ કરવામાં આવ્યો છે. તેથી નગરપાલિકા (Municipality) ના આ નિર્ણયને લઈને શહેરીજ (Protest) નો દ્વારા નારાજગી વ્યક્ત કરી છે.

  • કયા કયા વાહનો પર નવો વેરો લાગુ કરાયો
  • નગરપાલિકા દ્વારા દૈનિર પેપરમાં જાહેરનામું પ્રસિદ્ધ
  • નિર્ણય પાછો નહીં થાય, તો ધરણાનો વારો

કયા કયા વાહનો પર નવો વેરો લાગુ કરાયો

ત્યારે નગરપાલિકા (Municipality) દ્વારા શહેરીજનો ઉપર નવા ખરીદાયેલા વાહનો (Vehicle) પર વન ટાઈમ ટેક્ષ (One Time Tax) ના નિર્ણયનો પ્રજામાંથી (Protest) ખૂબ મોટો વિરોધ ઉઠ્યો છે. આ જાહેરનામા સામે ચેમ્બર્સ ઓફ કોમર્સે (Chamber OF Commerce) લેખિતમાં વિરોધ જાહેર કર્યો હતો. આ નિર્ણયમાં દ્વિ ચક્રીય વાહનથી લઈને Auto, Bike, School Bus તેમજ હેવી વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નગરપાલિકા દ્વારા દૈનિર પેપરમાં જાહેરનામું પ્રસિદ્ધ

આ વાહન વેરા (Vehicle Tax) માં એક હજારથી લઈ પાંચ હજાર સુધીનો વેરો વાહન (Vehicle Tax) ખરીદતી વખતે નગરપાલિકાને ભરવાનનો રહેશે. આ માટે નગરપાલિકા (Municipality) દ્વારા દૈનિક પેપેરોમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી નગરપાલિકા (Municipality) ના નિર્ણય સામે શહેરીજનોને વાંધો કે સૂચન હોય તો ત્રીસ દિવસમાં નગરપાલિકા (Municipality) માં લેખિતમાં રજુઆત કરવી તેવું જણાવવામાં આવ્યું છે.

નિર્ણય પાછો નહીં થાય, તો ધરણાનો વારો

તો પ્રજાએ જાહેર કર્યું છે કે, ભૂતકાળમાં નગરપાલિકા (Municipality) દ્વારા પ્રજા પર કમરતોડ ભૂગર્ભ વેરો (Income Tax) નાખેલો હોવાથી પ્રજાની હજુ કમર વળી નથી. ત્યાં વાહન વેરો નાખવાનો નગરપાલિકાનો નિર્ણય સાવ ખોટો છે. હાલમાં આ વેરા (Vehicle Tax) ના વિરોધમાં પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ જાહેરનામું પરત નહિં થાય, તો પ્રજા નગરપાલિકા સામે ધરણાના કાર્યક્રમો પણ કરશે.

આ પણ વાંચો: ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા