Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

JEE મેઈન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ TOP-50માં સ્થાન મેળવ્યું

06:50 PM Apr 29, 2023 | Viral Joshi

અહેવાલ – રાબિયા સાલેહ, સુરત

JEE મેન્સમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 20માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ પાંચમો અને હર્ષિલ સુથારે 17મો રેન્ક મેળવ્યો છે. તો બીજી તરફ સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે તથા ધ્રુવ પાનસુરીયાએ 50મો રેન્ક મેળવ્યો છે.

ફરી એક વાર JEE મેન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સુરતનું નામ રોશન કર્યું છે. એન્જિનિયરિંગ પ્રવેશ માટે સોથી મહત્વની ગણાતી એવી પરીક્ષા જેઈઈ મેઈન્સ 2023ના પરિણામ જાહેર થયા છે. સુરતના વિદ્યાર્થીઓએ જેઇઇ મેં માં ટોપ કરી સમગ્ર સુરતનું નામ રોશન કર્યું છે.

એપ્રિલ માસ માં JEE મેઈન્સની પરીક્ષા લેવાઈ હતી. જેના રિઝલ્ટ આજે જાહેર થયા છે. આ પરીક્ષામાં સુરતનો નિશ્ચય અગ્રવાલ ઝરક્યો છે. નિશ્ચયે 100 પર્સેન્ટાઈલ સાથે સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ઓલ ઇન્ડિયામાં તેને 36 મો રેન્ક મળ્યો છે.

કોમ્પ્યુટર સાન્યન્સમ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે
JEE મેઈન્સમાં ટોપ કરનાર વિદ્યાર્થીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં કોમ્પ્યુટર સાન્યન્સના ક્ષેત્રમાં મુંબઈ અભ્યાસ કરવા જવા માંગે છે, સાથે જ હાલ જાહેર થયેલા રીજલ્ટ માટે તેઓ રોજ સખત મહેનત કરતા હતા. એમની મહેનતમાં પરીક્ષાની તૈયારીઓમાં પરિવાર અને શિક્ષકોનો સારો ફાળો રહ્યો છે.

પરિવારમાં ખુશી
નિશ્ચયના પિતા એક ટેક્સટાઈલ વેપારી છે. જેમનું નામ નરેન્દ્ર અગ્રવાલ છે.નરેન્દ્ર અગ્રવાલ એ કહ્યું હતું કે પુત્ર નિશ્ચય અગ્રવાલ ના ટોપનો પરિણામ આવતા પરિવારનો ખુશી નો પાર નહિ રહ્યો. નિશ્ચય રોજ ઘરે પણ કલાકો અભિયસ કરવા બેસતો તેની તનતોડ મહેનતના કારણે આજે તે તોપર બન્યો છે. જો કે પહેલા તેને થોડા ડાઉટ રહેતા ભણવામાં ત્યારે તે શિક્ષકોની મદદ લેતો અને તે દિશામાં મહેનત કરતો.

માતા અને શિક્ષકોનો સહયોગ
નિશ્ચયે પોતાના પ્રથમ આવવામાં માતાનો પણ સહકાર અને તેમની મદદ ગણાવી હતી. નિશ્ચય કહ્યું હતું કે, તેની માતા B.Com., B.Ed. કર્યું છે.જેથી નિશ્ચયને અભ્યાસ માં ખૂબ મદદ મળી રહેતી. નિશ્ચયના શિક્ષકે જણાવ્યું હતું કે, અઘરા લાગતાં વિષય ઉપર નિશ્ચય પહેલેથી તૈયારી કરી લેતો હતો અને ક્યું અને કેટલું વાચવું તેનો અગાઉ થી પ્લાનિંગ કરતો જેના કારણે જ તે સરળતાથી પાસ થયો છે.

  • 100 પર્સેન્ટાઇલ 1 વિદ્યાર્થી
  • 99.99 પર્સેન્ટાઇલ 4 વિદ્યાર્થી
  • 99.9 પર્સેન્ટાઇલ 13 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.
  • JEE મેઈન્સ પરીક્ષામાં કુલ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેઇઇ મેં માટે દેશ ભરમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું,જેમાં સુરત એ પણ ભાગ ભજવ્યો છે. આ અંગે નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું હતું કે, નિશ્ચય અગ્રવાલે ટોપ કર્યું છે. જ્યારે રોનવ ગુંજને 99.99 પર્સેન્ટાઈલ સાથે ગણિતમાં 100 ટકા સ્કોર મેળવ્યો છે. જ્યારે તેને ભારત ભરમાં 96 રેન્ક મેળવ્યો છે.

આ પણ વાંચો : જુનાગઢ : પ્રેમ સંબંધનો કરૂણ અંત, યુવતીના પિતાએ જ કરી યુવાનની હત્યા, પોલીસે કરી ધરપકડ