+

જાપાનના વડાપ્રધાન ધૂંઆપૂઆં- ‘આ જાપાનની લોકશાહી પર હુમલો છે, સાંખી નહીં લેવાય’

જાપનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા જીવલેણ હુમલા બાદ આઘાત અને ક્રોધ સાથે બોલ્યા જાપાનના હાલના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે ગુસ્સા સાથે કહ્યું કે આ જાપનની લોકશાહી પરનો હુમલો છે જેને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. આજે સવારે  જપાનના પૂર્વ PM શિન્ઝો આબે પર ચૂંટણીના ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હુમલા સમયે તેઓ એક રેલીને સં
જાપનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા જીવલેણ હુમલા બાદ આઘાત અને ક્રોધ સાથે બોલ્યા જાપાનના હાલના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે ગુસ્સા સાથે કહ્યું કે આ જાપનની લોકશાહી પરનો હુમલો છે જેને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. આજે સવારે  જપાનના પૂર્વ PM શિન્ઝો આબે પર ચૂંટણીના ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હુમલા સમયે તેઓ એક રેલીને સંબોધી રહ્યાં હતાં. હાલમાં તેમની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.  સ્થાનિક મીડિયા અનુસાર હુમલાખોર 40 વર્ષીયનો આધેડ છે. જે પોલીસ સકંજામાં છે.   


આબે પર થયેલા હુમલા સંદર્ભે જપાનના PM ફ્યુમિયો કિશિદાએ આપી પ્રતિક્રિયા 
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ચૂંટણી ભાષણ દરમિયાન ગોળી મારીને જીવલેણ હુમલો થયો હતો. આ  આ ઘટનાના ઘેરાં પ્રત્યાઘાત  પડી રહ્યાં છે. શાંત અને શિસ્તબદધ રાષ્ટ્રની છબી ઘરાવતા જાપાનમાં અમેરિકા જેવું ગન કલ્ચર પણ નથી આવી પરિસ્થિતિમાં આવો ઘાતક હુમલો અને તે પણ ચૂંટણીના બે દિવસ પહેલાં થયો છે. જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અત્યારે જાપાન વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ શિન્ઝો આબે પર થયેલા હુમલા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો બર્બર અને દુર્ભાગ્યપૂર્ણ છે. જેને જાપના ક્યારેય સહન નહીં કરી શકે, કારણ કે આ જપાનની લોકશાહી પર હુમલો છે.  આ દેશમાં  તાજેતરમાં ચૂંટણી છે. ફ્યુમિયો કિશિદાએ શિન્ઝો આબે પરના હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. સાથે જ મીડિયા સાથે વાત કરતાં વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું કે શિન્ઝો આબેને બચાવવા માટે ડોક્ટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. અમે અમારાથી બનતું બધું કરીશું.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું
શિન્ઝો આબે પર હુમલાના સમાચાર બાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યું. તેણે લખ્યું, “મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે. 
ઉલ્ખનીય છે કે ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને ભારતે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતાં. આ  સન્માન મેળવવામાં ત્રણ વિદેશી છે. શિન્ઝો આબે જાપનમાં સૌથી લાંબા 7 વરેષ સુધી વડાપ્રધાન પદે પણ રહી ચૂક્યાં છે. વડાપ્રધાન મોદી અને આબે ખૂબ સારા મિત્રો છે. ટ્વિટર પર વડાપ્રધાન જે વૈશિવિક લોકોને ફોલો કરે છે તેમાં આબે પણ સામેલ છે. આ સમયે, ડૉક્ટર શિન્ઝો અબેને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આશા છે કે શિન્ઝો આબે જલ્દી સ્વસ્થ થઈ જાય.  ઉલ્લેખનીય છે કે પોલીસે 41 વર્ષના એક શંકાસ્પદની અટકાયત કરી છે. જેનું નામ યામાગામી તેત્સુયા જણાવવામાં આવી રહ્યું છે, જેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે.  જાણવા મળ્યું છે કે આ હિચકારી હુમલામાં  બે ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 
 
Whatsapp share
facebook twitter