Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જમ્મુ-કાશ્મીરના સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની કરી ધરપકડ

01:05 AM Apr 20, 2023 | Vipul Pandya

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને લશ્કરના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.
મહત્વનું છે કે, ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી સહયોગીઓની ઓળખ આશિક હુસૈન હજામ ગુલામ મોહી દિન ડાર અને તાહિર બિન અહેમદ તરીકે થઈ છે. પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, બડગામ પોલીસે 53 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 181 બટાલિયન સાથે મળીને લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળા સાથે લશ્કર-એ-તૈયબાની ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી હતી. 
આ કેસમાં એક ચાઈનીઝ પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 22 પિસ્તોલ, એક એકે મેગેઝીન અને 30 એકે રાઉન્ડ સાથે આતંકી ગુનામાં ઉપયોગમાં લેવાતી એક બાઇક પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આતંકવાદી સહયોગીઓ આતંકવાદીઓ, શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીના પરિવહનમાં સામેલ હતા અને જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરા પાડતા હતા.