Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જયવીરરાજ સિંહ, યુવરાજ, ભાવનગર

11:14 AM Apr 29, 2023 | Vipul Pandya
જન્મભૂમિ ભલે મહારાષ્ટ્ર, પણ કર્મભૂમિ તો ગુજરાતનું ભાવનગર જ.. મુંબઈમાં જન્મ અને પ્રારંભિક અભ્યાસ બાદ સ્વિત્ઝરલેન્ડમાં હોટલ મેનેજમેન્ટની ડીગ્રી મેળવી. જેને ભાવનગરની જનતા અને ભાવનગરના વિકાસમાં છે ઉંડો રસ.. જે ભાવનગરના રૂંધાતા વિકાસ- સાંસ્કૃતિક વારસાની કથળેલી હાલત પર સવાલ પણ ઉઠાવે છે. ફિટનેસ માટે યુવાવર્ગમાં ઈન્સ્પિરેશન આ ચહેરો છે ડિલિશિયસ ડેઝર્ટ્સ બનાવવામાં માહેર. અખંડ ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું આપનાર રાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન નથી મળ્યો, તેનો રંજ યુવરાજને છે.જોકે તેની સાથે રાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમાને બ્રાઝિલની સંસદની બહાર મુકવામાં આવી છે,તેની ખુશી તેઓ વ્યક્ત કરે છે. 2013થી સતત ભાવનગરમાં કાર્યરત રહેલા યુવરાજ પ્રજાની વચ્ચે રહી, પ્રજાલક્ષી કાર્યો આગળ વધે, તેવા પ્રયાસ કરી રહ્યા છે અને પ્રજા સાથે મળીને ભાવનગરને નં-1 કેવી રીતે બનાવી શકાય તે દિશામાં સતત પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈ અને સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કર્યા બાદ પણ સંસ્કારને વરેલા યુવરાજે પરિવારે પસંદ કરેલી રાજકુમારી સાથે લગ્ન કર્યા. ચોકલેટ્સની સાથે વિવિધ ડેઝર્ટ્સ બનાવવામાં યુવરાજની માસ્ટરી સાથે જ મલ્લદાવ અને કુસ્તીબાજી કરીને તે ભારતની તે સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ટુરીઝમ, વેપારની દ્રષ્ટિએ, રમતજગત-રિડેવલપમેન્ટ સહિત ઘણી બધીરીતે ભાવનગર હજુ પાછળ હોવાનું યુવરાજે સ્વીકાર્યું.