+

Jaipur માં PM મોદી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો રોડ શો, હવા મહેલની પણ મુલાકાત લીધી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) ભારતની બે દિવસીય રાજ્ય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર (Jaipur) પહોંચ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને સીએમ ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે…

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) ભારતની બે દિવસીય રાજ્ય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર (Jaipur) પહોંચ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને સીએમ ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રોન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ ((Republic Day 2024) પરેડના મુખ્ય અતિથિ છે. મેક્રોન ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. રાજસ્થાનની રાજધાની જયપુર (Jaipur)માં રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)નું સ્વાગત કર્યું છે.

ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ની મુલાકાત ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી તરીકે આવી છે. ઉલ્લેખનીય છે કે, મેક્રોન અગાઉ માર્ચ 2018માં રાજ્યની મુલાકાતે અને સપ્ટેમ્બર 2023 માં દિલ્હી G20 સમિટની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા. આ સિવાય પીએમ મોદી ચાર વખત ફ્રાન્સની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમને મળ્યા છે. હવે જ્યાં PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનએ કડક સુરક્ષા વચ્ચે ગુરુવારે રોડ શો કર્યો હતો. અગાઉ બંને નેતાઓ જંતર-મંતરથી આવી રહ્યા હતા. બંને નેતાઓએ જયપુર (Jaipur)માં હવા મહેલની પણ મુલાકાત લીધી હતી.

આગામી કાર્યક્રમ શું છે

પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જયપુર (Jaipur)માં તેમના મુખ્ય સહયોગીઓ સાથે ચર્ચા કરશે. ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ અને સંરક્ષણ અવકાશ સહયોગ પર અગ્રણી કરારની જાહેરાત કરશે. મોદી અને મેક્રોન જયપુરના પ્રતિષ્ઠિત રામબાગ પેલેસમાં રાત્રિભોજન કરશે. જ્યાં આવતીકાલે મેક્રોન 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પહોંચશે.

આ પણ વાંચો : Republic Day 2024 : ત્રિરંગાના રંગોનો જ્યોતિષ સાથે વિશેષ સંબંધ, જાણો જીવન પર શું અસર પડે છે…

Whatsapp share
facebook twitter