+

Jafarabad : દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત, રાજ્યની પ્રથમ ઘટના

Jafarabad : છેલ્લા ઘણા દિવસોથી સિંહોના મોત (death of lions) ના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. રોડ અકસ્માત (Road Accident) ના કારણે અથવા કૂવામાં પડી જવાના કારણે મોત થયાની ઘટનાઓ…

Jafarabad : છેલ્લા ઘણા દિવસોથી સિંહોના મોત (death of lions) ના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. રોડ અકસ્માત (Road Accident) ના કારણે અથવા કૂવામાં પડી જવાના કારણે મોત થયાની ઘટનાઓ આપણે સાંભળી ચુક્યા છીએ. પણ હવે દરિયામાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, જાફરાબાદમાં સિંહણ (lioness) નું દરિયામાં ડૂબી જવાના કારણે મોત થયું છે. હર હંમેશા ચોકન્નું રહેતું વનવિભાગ પણ આ સમાચારની ચોંકી ગયું છે. આ પહેલીવાર બન્યું છે કે કોઇ સિંહણનું દરિયામાં ડૂબી જવાના કારણે મોત થયું હોય.

રાજ્યની પ્રથમ ઘટના

જણાવી દઇએ કે, જાફરાબાદના ધારાબંદર ગામની ખાડીમાં સિંહણનું ડૂબી જવાથી મોત થયું છે. નવાઈની વાત અહીં એ છે કે, આ વિસ્તારમાં સિંહોનો વસવાટ નથી ત્યારે આવી રીતે અચાનક દરિયામાં ડૂબી જવાના કારણે મોત થતા વનવિભાગની ટીમ પણ માથું ખંજવાળવા લાગી છે. દરિયામાં સિંહણના ડૂબી જવાની ઘટના બે દિવસ અગાઉની હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે દરિયાની ખાડીમાંથી હોડી મારફતે સિંહણનો મૃતદેહ કબજે લઇ લીધો છે. સિંહણ અંદાજે 5 વર્ષની હોવાનું વનવિભાગની ટીમે અનુમાન લગાવ્યો છે. જણાવી દઇએ કે, અગાઉ સિંહ જાફરાબાદના દરિયામાં સામે કાંઠે તરીને પહોંચ્યા હતા. ત્યારે આવો કોઇ બનાવ સામે આવ્યો નથી. હજું બે દિવસ પહેલા જાફરાબાદ શહેરમાં પણ શિકારની શોધમાં સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. જોકે, સિંહણનું આ રીતે મૃતદેહ મળ્યા બાદ વનવિભાગની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. સિંહોની સુરક્ષામાં એક તરફ સરકાર કટિબદ્ધ છે તો બીજી તરફ વનવિભાગની કામગીરીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

સિંહોના મોતના આંકડા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. 115 કરોડ અને રૂ. 162 કરોડ મળીને કુલ રૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. વર્ષ પ્રમાણે વિગતવાર માહિતી જોઈએ તો, વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છતા કોઇને કોઇ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અકુદરતી મોતને ભેટેલા સિંહોની સંખ્યા 9, સિંહણ 12 અને 8 સિંહબાળના મોત નિપજ્યાં છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસે 31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ રૂ. 2 કરોડની સહાય આપવામાં આવી હતી, જેમાંથી રૂ. 84૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો – Amreli : જાફરાબાદમાં દરિયાકાંઠા વિસ્તારમાં જંગલના રાજા સાવજની લટાર, જુઓ Video

આ પણ વાંચો – Child Died in Surat : ફુગ્ગો શ્વાસનળીમાં ફસાઈ જતા 5 વર્ષના બાળકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter