Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

J&K: સુંદરતા સાથે અજાયબીનો નમૂનો દુનિયાનો આ રેલ્વે બ્રિજ, તસવીરોમાં જુઓ મનમોહક નજારો

05:26 AM Apr 21, 2023 | Vipul Pandya

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ એવા ચેનાબ કમાન બ્રિજની તસવીર શેર કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જે તસવીર શેર કરી છે, જેમાં ચિનાબ બ્રિજનો બર્ડ્સ આઈ વ્યૂ દેખાઈ રહ્યો છે. 

તસવીર શેર કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેપ્શનમાં લખ્યું છે કે ‘દુનિયાનો સૌથી ઉંચો કમાનવાળો ચિનાબ બ્રિજ ઓવર ધ ક્લાઉડ્સ’. તસ્વીરમાં જમ્મુ-કાશ્મીરમાં બનેલ ચિનાબ પુલ વાદળોની ઉપર દેખાય છે. 

તસ્વીરોના બેકગ્રાઉન્ડમાં ઊંચા પર્વતો દેખાય છે. આ દૃશ્ય ખૂબ જ મનમોહક છે, જેને યુઝર્સ પણ પણ સતત શેર કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ચિનાબ પુલની કેટલીક વધુ તસવીરો શેર કરી છે. 

ચેનાબ બ્રિજને નદીની સપાટીથી 359 મીટર ઊંચો હોવાને કારણે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનો દરજ્જો મળ્યો છે. તે જ સમયે, તે ફ્રાન્સના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે. ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે કમાન પુલ બનાવવામાં આવી રહ્યો છે, જે હાલમાં પૂર્ણતાના આરે છે. 

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિજની માળખાકીય વિગતો માટે ‘ટેકલા’ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજનું સ્ટ્રક્ચરલ સ્ટીલ -10 ડિગ્રી સેલ્સિયસ સુધી સહન કરી શકે છે.