Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સીટીમાં ITના દરોડા

12:50 AM Apr 23, 2023 | Vipul Pandya

આવકવેરા વિભાગની ટીમ પોલિટીકલ ફન્ડીગના મામલે બુધવારે સવારે દેશના 100થી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ દરોડા અજાણ્યા રાજકીય પક્ષો (RUPP)ના મામલે પડ્યા છે. આઈટી વિભાગના આ દરોડા દિલ્હી, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહ્યા છે. આ અનરિક્ગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP) સામે કરચોરીનો કેસ છે. જેના કારણે આવકવેરા વિભાગની ટીમ દરોડા પાડી રહી છે. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પણ આઇટીના દરોડા પડ્યા છે. 
અમદાવાદના ગોતામાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સીટીમાં આઇટી રેડ પડતાં ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવાયું છે. આઇટીની ટીમ દ્વારા કેમ્પસનો કબજો લઇ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પણ એક તબક્કે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી હતી
સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. IT વિભાગની ટીમ છત્તીસગઢના વેપારીઓના ઘર પર પણ દરોડા પાડી રહી છે.
 આવકવેરા વિભાગ દ્વારા અજ્ઞાત રાજકીય પક્ષો અને તેમની સંલગ્ન સંસ્થાઓ, ઓપરેટરો અને અન્યો સામે સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ચૂંટણી પંચ (EC)ની ભલામણ પર આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા તાજેતરના વેરિફિકેશન દરમિયાન, RUPPની યાદીમાંથી અનેક રાજકીય પક્ષોની 87 સંસ્થાઓને દૂર કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે ઘોષણા કરી હતી કે તે 2100 થી વધુ નોંધાયેલા અમાન્ય રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરી રહ્યું છે. જેઓ નિયમો અને ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચૂંટણી પંચે આ રાજકીય પક્ષો અને સંસ્થાઓ પર નાણાંકીય યોગદાન ફાઇલ કરવા અને તેમના સરનામા અને પદાધિકારીઓના નામ અપડેટ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. ઉપરાંત, ચૂંટણી પંચે કહ્યું હતું કે આમાંના કેટલાક પક્ષો ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સામેલ હતા. 
રાજસ્થાનમાં મધ્યાહન ભોજનમાં કમાણી કરનારાઓ પર પણ આવકવેરાના દરોડા ચાલુ છે. અશોક ગેહલોત સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ અને મિડ ડે મીલ બિઝનેસ ગ્રુપ પર આવકવેરાના દરોડા પડ્યા છે. અત્યાર સુધીમાં IT ટીમો 53 જગ્યાએ પહોંચી છે. 
બેંગ્લોરમાં પણ આઈટીના દરોડાની માહિતી સામે આવી છે. મણિપાલ ગ્રૂપ પર પણ IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુમાં 20થી વધુ જગ્યાએ ITનું સર્ચ ચાલી રહ્યું છે. મિડ ડે મિલ કૌભાંડ કેસમાં મુંબઈમાં પણ આવકવેરાના દરોડા ચાલી રહ્યા છે. અહીં ITની ટીમો 4-5 જગ્યાએ દરોડા પાડી રહી છે.