+

14 ફેબ્રુઆરી ભારતીયો માટે Black Day, કેવો બદલો લીધો ભારતે ?

14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (Valentine's Day) તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આપણે ભારતીયો માટે આજનો દિવસ ખુબ જ દુ:ખદ છે. કારણ કે  બરાબર 4 વર્ષ પહેલા 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં ભારતીય જવાનો (Indian Troops) પર આતંકી હુમલો (Terror attack) થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પણ કરારો જવાબ આપ્યો હતો અને બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓને સબક શીખવાડ્યો હતો. પુલવામા હુમલાને આજે 4 વર્ષ પૂર્ણપુલવામા હુ
14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (Valentine’s Day) તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આપણે ભારતીયો માટે આજનો દિવસ ખુબ જ દુ:ખદ છે. કારણ કે  બરાબર 4 વર્ષ પહેલા 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં ભારતીય જવાનો (Indian Troops) પર આતંકી હુમલો (Terror attack) થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પણ કરારો જવાબ આપ્યો હતો અને બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને આતંકીઓને સબક શીખવાડ્યો હતો. 

પુલવામા હુમલાને આજે 4 વર્ષ પૂર્ણ
પુલવામા હુમલાને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. આ હુમલાનું દર્દ ભારત આજે પણ ભૂલ્યું નથી. દેશ એ દુ:ખદ બપોર ભૂલી શક્યો નથી, જ્યારે વિસ્ફોટકો સાથે લદાયેલી કાર સૈનિકોને લઈ જતી બસ સાથે અથડાઈ હતી. પરિણામે આ આત્મઘાતી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ આ ભીષણ હુમલો કર્યો હતો.
તે બપોરે શું થયું
1. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, 2500 CRPF જવાનોને લઈને 78 વાહનોનો કાફલો જમ્મુથી નેશનલ હાઈવે 44 પર શ્રીનગર જઈ રહ્યો હતો.
2. કાફલો સવારે 3.30 વાગ્યે જમ્મુથી નીકળ્યો હતો અને સાંજ સુધીમાં શ્રીનગર પહોંચવાનો હતો. નેશનલ હાઈવે બે દિવસથી બંધ રહ્યો હતો, જેના કારણે કાફલામાં મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા.
3. અવંતીપોરા નજીક લેથાપોરા ખાતે બપોરના 3.15 વાગ્યે વિસ્ફોટકોથી ભરેલી કાર જવાનોને લઈ જતી બસ સાથે ટકરાઈ. વિસ્ફોટમાં સીઆરપીએફની 76મી બટાલિયનના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
4. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી અને હુમલાખોર આદિલ અહેમદ ડારનો વીડિયો પણ જાહેર કર્યો. 22 વર્ષીય ડાર કાકપોરાનો રહેવાસી હતો અને એક વર્ષ પહેલા આતંકી સંગઠનમાં જોડાયો હતો.
5. આ ઘાતકી હુમલાનો બદલો લેવા માટે, ભારત સરકારે આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવાનું નક્કી કર્યું. 26 ફેબ્રુઆરીના રોજ, 12 મિરાજ 2000 જેટ્સે એલઓસી પાર કરી અને બાલાકોટમાં આતંકવાદીઓની જગ્યાઓ પર બોમ્બમારો કર્યો. ભારતીય વાયુસેનાએ જૈશના ટ્રેનિંગ કેમ્પ પર ત્રાટક્યું જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા.

હુમલા બાદ ભારતે આવો પાઠ ભણાવ્યો
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે અનેક કડક પગલાં લીધા હતા. આ પગલાંથી પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે.
  • 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો.
  • 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ નીચે ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધો.
  • 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદર વર્ધમાનને મુક્ત કર્યો.
  • પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વેપાર સંબંધો તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાન તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ ભારત તરફથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાનને આર્થિક મોરચે ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું.
  • ભારત સરકારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ઓન મની લોન્ડરિંગ (FATF)ને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવાની પણ માંગ કરી હતી.
Whatsapp share
facebook twitter