+

ISRO સેટેલાઈટ INSAT-3DS લોન્ચ કરશે, કુદરતી આફતો અંગેની સચોટ માહિતી આપશે આ સેટેલાઈટ

ISRO SATALITE LAUNCH : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO ) આજે તેનો હવામાન સેટેલાઈટ INSAT-3DS લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્રક્ષેપણ GSLV F14 રોકેટથી કરવામાં આવશે. ISRO દ્વારા…

ISRO SATALITE LAUNCH : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO ) આજે તેનો હવામાન સેટેલાઈટ INSAT-3DS લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્રક્ષેપણ GSLV F14 રોકેટથી કરવામાં આવશે. ISRO દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ સેટેલાઈટ લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય હવામાન અને કુદરતી આફતો વિશે સચોટ માહિતી મેળવવાનો છે. આ INSAT-3DS સેટેલાઈટને લોન્ચ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે સાંજે લગભગ 5.35 કલાકે કરવામાં આવશે.

કુદરતી આફતો અંગેની સચોટ માહિતી અગાઉથી આપશે INSAT-3DS

આ સેટેલાઈટ લોન્ચ સ્પેસની દુનિયામાં ભારતના વધતા વર્ચસ્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. GSLV F14 રોકેટ હવામાન ઉપગ્રહ INSAT-3DS ને પૃથ્વીની જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકશે. INSAT-3DS ઉપગ્રહ સમુદ્રની સપાટીનો વિગતવાર અભ્યાસ કરશે, જે હવામાનની સચોટ માહિતી આપશે, તેમજ કુદરતી આફતો વિશે વધુ સારી આગાહી કરશે. જ્યારે કુદરતી આફતો અંગેની સચોટ માહિતી અગાઉથી મળી જશે ત્યારે તેને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે. આ વેધર સેટેલાઇટ ભારતીય હવામાન એજન્સીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

NAUGHTY BOY માંથી લોન્ચ કરવામાં આવશે INSAT-3DS

ISRO સેટેલાઈટ લોન્ચ

ISRO સેટેલાઈટ લોન્ચ

અહી નોંધનીય છે કે રોકેટ GSLV F14 જે INSAT-3DS લોન્ચ કરશે તેને NAUGHTY BOY પણ કહેવામાં આવે છે. ખરેખર NAUGHTY BOY  કારણ કે આ GSLV F14 નું 16 મું મિશન હશે અને આ પહેલા GSLV F14 ના 40 ટકા મિશન નિષ્ફળ ગયા છે. તેનું અગાઉનું મિશન સફળ રહ્યું હતું, પરંતુ તે પહેલાંનું મિશન નિષ્ફળ ગયું હતું. ઈસરોએ જણાવ્યું હતું કે આજે લોન્ચ થનારો હવામાન ઉપગ્રહ INSAT-3DS એ 2013માં લોન્ચ કરાયેલા હવામાન ઉપગ્રહ INSAT-3Dનું અપગ્રેડેડ વર્ઝન છે અને તે હવામાનની વધુ સારી માહિતી પ્રદાન કરશે.

આ પણ વાંચો — Lok Sabha Elections 2024 : ભાજપને 370 થી વધુ બેઠકો કેવી રીતે જીતશે? જાણો PM મોદીના આ ત્રણ પ્લાન

 

Whatsapp share
facebook twitter