+

ઈઝરાયલના વડાપ્રધાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, ધમકી ભર્યા પત્ર સાથે બંદૂકની ગોળીઓ પણ મોકલી

ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડાપ્રધાનના પરિવારને એક ધમકી ભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્ર સાથે બંદૂકની ગોળી પણ મોકલવામાં આવી હતી. આ ધમકી મળતા જ વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ધમકી પાછળ àª

ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ અને
તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડાપ્રધાનના
પરિવારને એક ધમકી ભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્ર સાથે બંદૂકની ગોળી પણ
મોકલવામાં આવી હતી. આ ધમકી મળતા જ વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષા વધારી
દેવામાં આવી છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તે જાણવાનો
પ્રયત્ન કરી રહી છે કે આ ધમકી પાછળ કોનો હાથ છે.
ઈઝરાયલની પોલીસ દ્વારા એક નિવેદન જાહેર
કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નફ્તાલી બેનેટના પરિવારને
ધમકી ભર્યો પત્ર અને પત્રની સાથે ગોળીઓ મોકલવામાં આવી છે. આ ઘટના બાદ સુરક્ષા
એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ મામલાની વધારે માહિતી જાહેર
કરવામાં આવી નથી અને ગુપ્ત રાખવામાં આવી છે

તો સાથે સાથે બેનેટના કાર્યાલય તરફથી
જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ધમકી ભર્યો પત્ર મળ્યા પછી
વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર
મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈઝરાયલની એક સંસદીય સમિતિએ વડાપ્રધાન નફ્તાલી
બેનેટની પાર્ટીથી અલગ થયેલા એક નેતા પર પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી દીધી છે.
જેને બેનેટ માટે એક રાજનૈતિક જીત માનવામાં આવી રહી છે. કારણ કે તે પોતાની સરકાર
બચાવવા અને બાકીના તમામ સાંસદોને ગદ્દારી કરવાથી રોકવા માટે લાગ્યા છે.

ઈઝરાયેલની
સંસદ
નેસેટની સમિતિએ
સોમવારે 7-0થી અમીચાઈ ચિકલીને પાર્ટી બદલું જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. આ
દરજ્જો તેમને દેશની આગામી ચૂંટણીઓમાં કોઈપણ પ્રતિસ્પર્ધી પક્ષમાં જોડાતાં અટકાવે
છે. પીએમ દ્વારા સંબંધિત પ્રસ્તાવ પર મતદાન માટે વિનંતી કરવામાં આવી હતી. ચિકલી
ગયા વર્ષે અન્ય પક્ષો સાથે જોડાણ કરીને બેનેટની યામિના પાર્ટીથી અલગ થઈ ગઈ હતી.
તેણે બેનેટ પર પાર્ટીની કટ્ટર વિચારધારા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો. તમને જણાવી
દઈએ કે ચિકલીને ભવિષ્યમાં વિપક્ષી પાર્ટી લિકુડ પાર્ટીના વડાપ્રધાન પદના સંભવિત
ઉમેદવાર તરીકે જોવામાં આવી રહી હતી.

Whatsapp share
facebook twitter