Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું તમે તમારા બાળકને સ્માર્ટ બનાવવા માંગો છો? તો ફોલો કરો આ ટિપ્સ થશે સંર્વાગી વિકાસ

09:23 AM Apr 17, 2023 | Vipul Pandya

 તમારુ બાળક અન્ય બાળકોની સરખામણીમાં જીદ્દી થતું જાય છે. આજના દરેક માતાપિતાનો આ પ્રશ્ન હોય છે. દરેક માતા પિતાએ બાળકોનું આઈક્યુ લેવલ વધારવા માટે માતા-પિતાએ આ ટિપ્સ ફોલો કરવી જોઈએ. બાળકોના સ્માર્ટ હોવા અને બાળકોમાં આઈક્યુ લેવલ વધવા વચ્ચે તફાવત છે. IQ અથવા Intelligent Quotient એવી ગુણવત્તા છે જે બાળકને અન્ય બાળકો કરતા અલગ બનાવે છે. બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક વાંચન અને લેખનમાં હોશિયાર હોય તેમજ સારો આઈક્યુ લેવલ ધરાવતું હોય. બાળકને સ્માર્ટ અને બુદ્ધિશાળી બનાવવા માટે, માતાપિતા બાળપણથી જ તેમના બાળકને બદામ, અખરોટ અને ક્યારેક ચ્યવનપ્રાશ પણ ખવડાવતા રહે છે. સારી વાત એ છે કે IQ સુધારવા માટે કોઈ વય મર્યાદા નથી. ચાલો જાણીએ કે કેવી રીતે માતા-પિતા કેટલીક ટિપ્સ અનુસરીને તેમના બાળકનો આઈક્યુ સુધારી શકે છે.
કોઈપણ વાદ્ય વગાડતા શીખો
બાળકના મગજના વિકાસ માટે આ એક સારી પ્રવૃત્તિ બની શકે છે. આ પ્રવૃતિથી બાળકનું આઈક્યુ લેવલ તો વધે જ છે સાથે સાથે ગાણિતિક કૌશલ્યનો પણ વિકાસ થાય છે. આ માટે તમે તમારા બાળકને ગિટાર, સિતાર, હાર્મોનિયમ, તબલાં વાંસળી જેવા કોઈપણ સંગીતના વાદ્ય વગાડતા શીખવી શકો છો.
રમત શીખવો
બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે પણ રમવું જરૂરી છે. ક્યારેક બાળકો રમત-ગમત દ્વારા ઘણું બધું શીખે છે. તેથી તમારા બાળકની ઉત્સાહ, જીજ્ઞાશા અને IQ સ્તર વધારવા માટે, તમારે પણ તેની સાથે રમવું જોઈએ.

ઓમેગા-3 ફેટી એસિડ
ઓમેગા-3 ફેટી એસિડ્સ બાળકોના મગજ માટે સારા છે. વાસ્તવમાં DHA બાળકોના મગજના વિકાસમાં ઘણી મદદ કરે છે. જો બાળકના શરીરમાં DHA નું સ્તર ઓછું હોય તો તેની અસર યાદશક્તિ અને વાંચવાની ક્ષમતા પર પણ પડે છે. તેથી, તમારે બાળકોના આહારમાં ઓમેગા -3 ફેટી એસિડનો સમાવેશ કરવો જ જોઇએ. બદામ, ફળો, શાકભાજી વધુ ખવાડાવો.

ગણિતના પ્રશ્નો ઉકેલો
બાળકને ઘડીયાં રમવા માટે કહો અથવા સરવાળા બાદબાકી જેવી રમત રમાડો. દરરોજ 10 થી 15 મિનિટ આમ કરવાથી બાળકનું IQ સ્તર નોંધપાત્ર રીતે વધશે. આ સિવાય આજકાલ ઘણાં માતા-પિતા પણ તેમના બાળકનું આઈક્યુ લેવલ વધારવા માટે અબેકસનો સહારો લઈ રહ્યા છે.
ઊંડા શ્વાસ 
ઊંડો શ્વાસ લેવો એ શ્રેષ્ઠ બ્રેઈન હેક્સ પૈકી એક છે. ઊંડા શ્વાસ લેવાથી મનમાં સારા વિચારો આવે છે. આ સિવાય બાળકની દરેક બાબતમાં ફોકસની શક્તિ વધારવાની સાથે તે તણાવથી પણ છુટકારો મેળવે છે. આ માટે, દરરોજ સવારે અથવા સાંજે 10 થી 15 મિનિટ સુધી બાળક સાથે નિયમિતપણે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.
રમતની મદદ લો
બાળકોના IQ સ્તરને વધારવા માટે તેમની સાથે ચેસ જેવી  રમતો રમો. આવી રમતો બાળકોના માનસિક વિકાસમાં મદદ કરે છે.