+

મુસાફરોનો ડેટા વેચીને કમાણી કરશે IRCTC! જાણો વિગતે

IRCTCના શેરમાં આજે 4%ની તેજી જોવા મળી છે. BSE પર  શુક્રવારે  IRCTCનો શેર  712 રૂપિયાના ભાવ પર ખુલ્યો અને થોડી જ વારમાં 746.75 પર પહોંચી ગયો જેનું કારણ કંપનાનો નવો પ્લાન છે.રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય રેલવેની ટિકીટ બુકિંગ આર્મ ડિઝિટલ મોનેટાઈઝેશન (IRCTC Data Monetization Tender) મારફત રૂ. 1000 કરોડની રેવન્યૂ ઉભી કરવા જઈ રહી છે અને તે માટે IRCTCએ તે માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. આ ટેન્ડરમાં કેટલીક એવી બાબતો છે જેને લઈને યૂઝર્સન
IRCTCના શેરમાં આજે 4%ની તેજી જોવા મળી છે. BSE પર  શુક્રવારે  IRCTCનો શેર  712 રૂપિયાના ભાવ પર ખુલ્યો અને થોડી જ વારમાં 746.75 પર પહોંચી ગયો જેનું કારણ કંપનાનો નવો પ્લાન છે.
રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય રેલવેની ટિકીટ બુકિંગ આર્મ ડિઝિટલ મોનેટાઈઝેશન (IRCTC Data Monetization Tender) મારફત રૂ. 1000 કરોડની રેવન્યૂ ઉભી કરવા જઈ રહી છે અને તે માટે IRCTCએ તે માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. આ ટેન્ડરમાં કેટલીક એવી બાબતો છે જેને લઈને યૂઝર્સના મનમાં પ્રાઈવર્સી અને સેફ્ટી સાથે જોડાયેલા સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ટેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે, IRCTC એક કન્સલટેન્ટ નિયૂક્ત કરશે. જે તેમને યૂઝર્સનો ડેટા મોનેટાઈઝ કરવાની રીતો પર સુચનો કરશે. IRCTC પાસે યૂઝર્સનો 100TBથી વધારે ડેટા છે. તેમાં ટીકિટ બુકિંગ કરનારની નામ નંબરથી લઈ તમામ વિગતો ઉપલબ્ધ છે. એવામાં અનેક લોકોને લાગી રહ્યું છે કે, સરકાર તેમની પર્સનલ ડિટેઈલ્સ વેચીને પૈસા કમાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
કંપની લોકોને ડેટા વેચશે કે કેમ? તે માટે વિસ્તારથી સમજીએ તો કંપનીનો લોકોના ડેટા પર સંપૂર્ણ કંટ્રોલ હશે. એટલે કે તમારો ડેટા કે IRCTC પાસે ઉપલબ્ધ 100TB ડેટા ક્યારેય નહી વેચવામાં આવે. ઓછામાં ઓછું હાલ મળેલી જાણકારી પ્રમાણે તો આવું નથી. કારણ કે, ડેટા વેચીને કંપની એકવાર કમાશે. પણ કંપનીનો પ્લાન તેનાથી પણ આગળનો છે. કંપની આ ડેટાનો ઉપયોગ સમયાંતરે પૈસા કમાવા માટે કરશે. માનો કે તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છો અને તેમે જમાવાનું ઓર્ડર કરવા માટે ઈ-કેટરિંગનો ઉપયોગ કરો છો. તો શક્ય છે કે,  ફરી વખત જ્યારે તમે મુસાફરી કરો તો ઈ-કેટરિંગ કંપનીઓની તમને નોટિફિકેશન આવવા લાગે. જ્યાંથી તમે તમારું જમવાનું ઓર્ડર કરી શકો.
બીજા ઉદાહરણથી સમજીએ તો, જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો અને IRCTC મારફતે ટ્રેન ટિકિટ બુકિંગ કરી હોય, તમને પોતાના ડેસ્ટિનેશન સ્ટેશનથી ઘર સુધી જવા માટે કેબ બુક કરતા હશો અથવા અન્ય વાહનો મારફત ઘરે પહોંચતા હશો પણ એવું બની શકે કે થોડાં સમય બાદ કેબના સજેશન્સ કે કોલ્સ સ્ટેશન પર પહોંચતા જ આવવા લાગશે.
કંપનીનું કહેવું છે કે, તેઓ આ પ્રકારે યૂઝર્સનો એક સારો અનુભવ આપવા માંગે છે. સાથે જ થર્ડ પાર્ટીને ડેટા શેર કરીને પૈસા કમાશે. એવામાં ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન (IFF) સરકારને પત્ર લખી ચુક્યું છે. તેમને ડર છે કે યૂઝર્સનો ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
Whatsapp share
facebook twitter