Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Iraq Base Camp Attack: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઈરાકમાં સૈન્ય મથકોને કોણે નિશાન બનાવ્યું?

07:33 PM Apr 20, 2024 | Aviraj Bagda

Iraq Base Camp Attack: આજરોજ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે Iraq માં એક સૈન્ય મથક પર વિસ્ફોટ થયો હતો. અહેવાલ અનુસાર હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઈરાન સમર્થિત પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (PMF) ના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો થયો હતો. જો કે આ હુમલો કોણે કર્યો તેની માહિતી મળી નથી.

  • Iraq પર હુમલો કરનાર આખિર કોણ?
  • Iraq ના સૌન્ય મથક પર હુમલો થયો હતો
  • Israel અને અમેરિકાએ હુમલાને લઈ અસ્વીકાર કર્યો

PMF અધિકારીઓએ હુમલા માટે અમેરિકન સૈનિકો પર આરોપ લગાવ્યો છે. પરંતુ અમેરિકી સેનાએ તેમના આરોપોને ફગાવી દીધા હતા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ સિવાય ઈઝરાયલે પણ હુમલામાં પોતાની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. PMF ની રચના ISIS સામે લડવા માટે કરવામાં આવી હતી. તે શિયા સશસ્ત્ર જૂથોનું સંગઠન છે, જેની રચના 2014 માં ISIS સામે લડવા માટે કરવામાં આવી હતી. તે હવે ઇરાકના સુરક્ષા દળોનો ભાગ છે.

આ પણ વાંચો: US Department of State: અમેરિકાએ પાકિસ્તાન અને ચીનની નાપાક હરકતો પર લગાવી પ્રતિબંધની મહોર

સીરિયામાં હાજર અમેરિકન સૈનિકો પર હુમલો કર્યો હતો

જોકે હવાઈ હુમલો એક વેરહાઉસ પર થયો હતો. આ દરમિયાન PMF ના સાધનો, હથિયારો અને લશ્કરી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં PMF એ Iraq અને સીરિયામાં હાજર અમેરિકન સૈનિકો પર હુમલો કર્યો હતો. સંગઠને કહ્યું હતું કે હમાસ વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. જેના વિરોધમાં તેઓએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: BrahMos: ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસની પ્રથમ બેચ મોકલી, 2022માં થયો હતો 2,966 કરોડનો સોદો

300 થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો

સીરિયામાં Iran ની એમ્બેસી પર Israelના હુમલા બાદ તણાવ વધી ગયો હતો. Israel એ સીરિયામાં Iran ની કોન્સ્યુલેટ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં Iranના 2 ટોચના કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ Iran એ Israel પાસેથી બદલો લેવાની ધમકી આપી હતી. Israel એ 12 દિવસ પછી 13 એપ્રિલે Iran એ Israel પર 300 થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો.

3 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો

આંતરરાષ્ટ્રીય અખબાર અનુસાર, Iran ના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનીના 85માં જન્મદિવસે 19 એપ્રિલે Israel એ ઈસ્ફહાન પ્રાંત પર 3 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. Iranની નતાન્ઝ ન્યુક્લિયર સાઈટ પણ આ પ્રાંતમાં છે. જોકે, આ હુમલામાં તેને કોઈ નુકસાન થયું ન હતું. Iran એ દાવો કર્યો હતો કે તેણે Israel ના 3 ડ્રોન તોડી પાડ્યા છે. આ સાથે Iran એ Israel પર હુમલાની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: Brahmos Missile For Philippines: ચીનથી કંટાળેલા ફિલિપીંસે ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો