+

ઈરાન ફરી Pakistan પર કાળ બનીને વરસ્યું! આતંકી કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ થયો ઢેર

Pakistan: પાકિસ્તાનને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની બોર્ડર પર ઈરાને હુમલો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ઈરાનના લશ્કરી દળોએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાન ક્ષેત્ર…

Pakistan: પાકિસ્તાનને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની બોર્ડર પર ઈરાને હુમલો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ઈરાનના લશ્કરી દળોએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાન ક્ષેત્ર વિસ્તારમાં એક સશસ્ત્ર સંઘર્ષમાં જૈસ અલ-અદલ આતંકવાદી સમુહના વરિષ્ઠ કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સાથીઓને મારી નાખ્યા છે. અત્યારે એવી વિગતો સામે આવી રહીં છે કે, બન્ને દેશો દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલાના એક મહિના પછી ફરી એકવાર પરિસ્થિતિ વણસી છે. ઈરાનના એક સશસ્ત્ર સંઘર્ષમાં એક આતંકવાદી સંગઠન પર હુમલો કર્યો હતો.

આ સંગઠન સિસ્તાન-બલૂચિસ્તાનમાં સક્રિય છે

એક મીડિયા રિપોર્ટ પ્રમામે 2012 માં બનેલા જેશ અલ-અદલ જેને ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવેલ છે. એક સુન્ની આતંકવાદી સંગઠન છે જે ઈરાનના દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન-બલૂચિસ્તાનમાં સક્રિય છે. આ સંગઠન અનેક વાર આતંકી હુમલા કરે છે. Pakistan આવા અનેક આતંકવાદીઓને સવારી રહ્યું છે. જેથી આ સંગઠન જૈશ અલ-અદલે પણ અનેક વાર ઈરાનના સુરક્ષા બળો પર આતંકી હુમલાઓ કર્યા હતાં. જેને લઈને ઈરાન અને પાકિસ્તાનના સંબંધો ઘણા વણસેલા છે.

પાકિસ્તાન અનેક આતંકીઓને સવારી રહ્યું છે

અત્યારે મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, ઈરાનના લશ્કરી દળોએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાન ક્ષેત્ર વિસ્તારમાં એક સશસ્ત્ર સંઘર્ષમાં જૈસ અલ-અદલ આતંકવાદી સમુહના વરિષ્ઠ કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સાથીઓને મારી નાખ્યા છે. આ પહેલાની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં, જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. ગયા મહિને, એકબીજાના પ્રદેશોમાં ‘આતંકવાદી જૂથો’ સામે મિસાઈલ હુમલા શરૂ કર્યાના અઠવાડિયા પછી, પાકિસ્તાન અને ઈરાન પરસ્પર સુરક્ષા સહયોગને વિસ્તૃત કરવા માટે સંમત થયા હતા.

આ પણ વાંચો: Iran Election 2024: જાણો… ઈરાનની ચૂંટણીમાં 12 ઈમામોનું કેવી રીતે અહમ ભૂમિકા ભજવે છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter