Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPS Transfer : ચૂંટણી માહોલ વચ્ચે આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી! વાંચો અહેવાલ

10:06 AM Apr 13, 2024 | Vipul Sen

રાજ્યમાં IPS અધિકારીઓની બદલીને (IPS Transfer) લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. IPS અધિકારીઓની બદલી માટે ચૂંટણી પંચને (Election Commission) પેનલ મોકલાઈ હોવાની માહિતી મળી છે. આથી, આગામી 48 કલાકમાં અધિકારીઓની બદલીઓ અંગે સમાચાર આવી શકે છે. લાંબા સમયથી અટકેલી IPS ની બદલીઓની પ્રક્રિયા પૂર્ણ થશે અને ખાલી પડેલી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂક કરાશે.

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ છે ત્યારે આ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓની બદલીને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચૂંટણી પહેલા રાજ્યમાં આઈપીએસની બદલીઓ (IPS Transfer) માટે એક પેનલ ચૂંટણી પંચને (Election Commission) મોકલાઈ છે. આથી, આગામી 48 કલાકમાં અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. જો આવું થશે તો લાંબા સમયથી અટકેલી IPS ની બદલીઓની પ્રક્રિયા પૂર્ણ થશે અને ખાલી પડેલી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂક કરાશે.

રાજ્યમાં ચૂંટણીને લઈ તૈયારીઓને આખરી ઓપ

ઉલ્લેખનીય છે કે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને ચૂંટણી ટાણે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ તંત્ર (Gujarat Police) અને વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજાગ છે. ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને મતદાન કરવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો – Rajkot : રાજકોટ બન્યું હોટ ફેવરેટ! પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર, કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં!

આ પણ વાંચો – અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

આ પણ વાંચો – Porbandar Police News: ચૂંટણી અન્વયે પોરબંદરમાં પોલીસ અને CRPF ટીમે તજવીજ હાથ ધરી

 

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ