Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2024, MI Vs RR : હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત મુંબઈમાં પ્રેક્ષકોનો સામનો કરશે…

07:52 AM Apr 01, 2024 | Dhruv Parmar

આજે (1 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ (MI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમ શરૂઆતની બંને મેચ હારી ચૂકી છે. હવે આ તેની ત્રીજી મેચ છે. સિઝનમાં પહેલીવાર મુંબઈ ઘરઆંગણે મેચ રમવા જઈ રહ્યું છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ સારું પરફોર્મન્સ કરી રહી છે, જેનો સામનો કરવો મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો પડકાર હશે. ઉપરાંત, કેપ્ટનશીપ મળ્યા પછી પંડ્યા તેના હોમ ગ્રાઉન્ડ મુંબઈમાં પ્રથમ વખત દર્શકોનો સામનો કરશે. અન્ય બે સ્ટેડિયમમાં પંડ્યાને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે અહીં શું થાય છે તે જોવાનું છે.

સનરાઇઝર્સે મુંબઈ સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો…

મુંબઈ IPL માં ધીમી શરૂઆત માટે જાણીતું છે અને પંડ્યાના કેપ્ટન બન્યા પછી પણ તેમાં કોઈ ફેરફાર થયો નથી. પંડ્યાને આ સિઝનમાં રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જહે મુંબઈના દર્શકોને પસંદ આવ્યું નહતું. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હૈદરાબાદમાં મોટા સ્કોરના રેકોર્ડ સાથેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ મુંબઈને 32 રને હરાવ્યું. આ બે હાર બાદ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. જોકે આ IPLની 17મી સિઝનનો પ્રારંભિક તબક્કો છે, મુંબઈની ટીમ હારના સિલસિલાને સમાપ્ત કરવા અને તેના નેટ રન રેટ (-0.925)માં પણ સુધારો કરવા ઈચ્છે છે. મુંબઈ તેના અનુભવી ખેલાડી સૂર્યકુમાર યાદવની ખોટ કરી રહ્યું છે, જે ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

રાજસ્થાને અત્યાર સુધીની બંને મેચ જીતી છે…

બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં મુંબઈની ટીમ 4 જીત નોંધાવવામાં સફળ રહી છે, પરંતુ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે તેની બંને મેચ જીતી છે અને આ સમયગાળા દરમિયાન તેના મોટાભાગના ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. રોહિત મોટી ઇનિંગ્સ રમવા માટે બેતાબ હશે પરંતુ મુંબઈની ટીમ મેદાન પર પંડ્યા પાસેથી વધુ સારા નિર્ણયોની અપેક્ષા રાખશે. પંડ્યાએ હજુ સુધી ફાસ્ટ બોલર બુમરાહનો વધુ સારી રીતે ઉપયોગ કર્યો નથી.

રાજસ્થાન-મુંબઈની સંપૂર્ણ ટીમ…

મુંબઈ ઈન્ડિયન્સ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન, અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, ક્વેના મફાકા, મોહમ્મદ નબી, શમ્સ મુલની , નમન ધીર, શિવાલિક શર્મા, રોમારિયો શેફર્ડ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, લ્યુક વૂડ, સૂર્યકુમાર યાદવ.

રાજસ્થાન રોયલ્સ : સંજુ સેમસન (કેપ્ટન), આબિદ મુશ્તાક, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કૃણાલ સિંહ રાઠોડ, નાન્દ્રે બર્જર, નવદીપ સૈની, રવિચંદ્રન અશ્વિન, રેયાન પરાગ, સંદીપ શર્મા, શિમરોન હેટમિયર, શબ દુબે, રોવમેન પોવેલ, ટોમ કોહલર-કેડમોર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને તનુષ કોટિયન.

આ પણ વાંચો : Virat Kohli : ગૌતમ ગંભીરે વિરાટ કોહલી ગળે મળીને શું કહ્યું…

આ પણ વાંચો : IPL 2024 : ટ્રોલર્સના નિશાના પર હાર્દિક પંડ્યા, સપોર્ટમાં આવ્યા Sonu Sood

આ પણ વાંચો : IPL ની શરૂઆતની બંને મેચમાં હાર્યા બાદ પણ હાર્દિક પંડ્યા ન સુધર્યો, મેદાનમાં મલિંગાને માર્યો ધક્કો…! જુઓ Video