Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચ્યું, મિલરની તોફાની બેટિંગ

01:21 AM Apr 18, 2023 | Vipul Pandya

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર ગુજરાત ટાઇટન્સ
અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ
બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 89 રનના આધારે ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ
આપ્યો હતો
, જેને ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી
લીધો હતો. આ જીત સાથે ગુજરાતની ટીમ
IPL 2022ની
ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાત તરફથી ડેવિડ મિલરે અણનમ 68 અને
કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 40 રન બનાવ્યા હતા. ગુજરાતને મેચ જીતવા માટે ફાઇનલમાં
16 રન બનાવવાની જરૂર હતી અને મિલરે પ્રથમ ત્રણ બોલમાં સિક્સ ફટકારીને ગુજરાતને
ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

 

જોકે, હાર બાદ રાજસ્થાન પાસે ફાઇનલમાં પહોંચવાની
હજુ વધુ એક તક છે. રાજસ્થાનને હવે ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2માં લખનૌ
સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બુધવારે એલિમિનેટરના વિજેતા
સામે ટકરાવું પડશે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ક્વોલિફાયર 2 હવે 27 મેના રોજ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને આ મેચની વિજેતા ટીમ 29 મેના રોજ
ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.