Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતને ‘હાર્દિક’અભિનંદન, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઈટન્સે જીત્યો IPL ખિતાબ

07:25 PM Apr 16, 2023 | Vipul Pandya

IPL 2022ની ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટ્રોફી પર કબજો કરી લીધો છે. ટીમની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, જેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ઘાતક બોલિંગ સામે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવી શકી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુજરાતે 11 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો. શુભમન ગીલે અણનમ 45, મિલર અણનમ 32 અને હાર્દિક પંડ્યાએ 34 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટાઇટલ જીત્યું હતું, ત્યારે રાજસ્થાનનું બીજી વખત ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. 131 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની બેટિંગની વાત કરીએ તો તેમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં તેણે રિદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી હાર્દિક અને શુભમન ગિલે શાનદાર ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી. શુભમન ગિલ 45 અને ડેવિડ મિલર 32 રને અણનમ રહ્યા હતા. આ સાથે જ હાર્દિકે 34 રનની ઇનિંગ રમી હતી.

ગુજરાત ટાઈટન્સની ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં શરૂઆતથી અંત સુધી ચમકતી રહી હતી. લીગ તબક્કાના અંતે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પછી ક્વોલિફાયર 1 જીતીને પ્રથમ ફાઇનલમાં જગ્યા બનાવી છે. અને હવે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટીમ ચેમ્પિયન બની છે.