+

ગુજરાતને ‘હાર્દિક’અભિનંદન, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઈટન્સે જીત્યો IPL ખિતાબ

IPL 2022ની ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટ્રોફી પર કબજો કરી લીધો છે. ટીમની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, જેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ઘાતક બોલિ

IPL 2022ની ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે તેની ડેબ્યૂ સિઝનમાં જ IPL ટ્રોફી પર કબજો કરી લીધો છે. ટીમની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, જેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ઘાતક બોલિંગ સામે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવી શકી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુજરાતે 11 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો. શુભમન ગીલે અણનમ 45, મિલર અણનમ 32 અને હાર્દિક પંડ્યાએ 34 રન બનાવ્યા હતા.

Whatsapp share
facebook twitter