Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની, લખનૌ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું

10:57 AM Apr 26, 2023 | Vipul Pandya

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL
2022
ની 57મી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ
અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પુણેમાં રમાઈ હતી. ગુજરાતે આ મેચ
62 રને જીતીને IPLની આ સિઝનના પ્લેઓફ માટે
ક્વોલિફાય કર્યું છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા
ગુજરાતે
4 વિકેટ
ગુમાવીને
144 રન બનાવ્યા હતા. હવે લખનૌને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
જવાબમાં લખનૌની ટીમ
13.5 ઓવરમાં 82 રનમાં
ઓલઆઉટ થઈ ગઈ હતી અને
62 રનના
માર્જીનથી મેચ હારી ગઈ હતી.

javascript:nicTemp();

ક્વિન્ટન ડી કોક 11 રન બનાવીને આઉટ થયો હતો.
કેપ્ટન કેએલ રાહુલ
8 રન
બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કરણ શર્મા
4 રન બનાવીને આઉટ થયો હતો. કૃણાલ
5 રન
બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની
8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો. માર્કસ સ્ટોઇનિસે
2 રન
બનાવ્યા હતા. જેસન હોલ્ડર
1 રન બનાવીને
આગળ ગયો હતો. મોહસીન ખાન
1 રન
બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડા
27 રન બનાવીને આઉટ થયો હતો.


આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન
હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે
20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા
5 રન
બનાવીને આઉટ થયો હતો. મેથ્યુ વેડ
10 રન બનાવી શક્યો હતો. હાર્દિક
પંડ્યા
11 રન
બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેવિડ મિલર
26 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન
ગિલ
63 અને
રાહુલ ટીઓટિયા
22 રને
અણનમ પરત ફર્યા હતા.