+

પત્ની સાથે ફાઈનલ મેચ જોવા પહોંચ્યા અમિત શાહ, મેદાનમાં લાગ્યા ‘મોદી મોદી’ના નારા

ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (RR Vs GT) વચ્ચે રમાઇ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ ફાઈનલ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સ બેટિંગ કરી રહી હતી ત્યારે અમિત શાહ અને તેમની પત્ની સોનલ શાહને પણ મોટા પડદા પર બતાવવામાં આવ્યા હતા.જ્યારે ગૃહમંત્રી અમિત શાહને મોટી સ્ક્રà

ઇન્ડિયન
પ્રીમિયર લીગ-
2022 ની ફાઇનલ મેચ
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (
RR Vs GT) વચ્ચે રમાઇ હતી. અમદાવાદના
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ ફાઈનલ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત
શાહ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સ બેટિંગ કરી રહી હતી
ત્યારે અમિત શાહ અને તેમની પત્ની સોનલ શાહને પણ મોટા પડદા પર બતાવવામાં આવ્યા હતા.
જ્યારે
ગૃહમંત્રી અમિત શાહને મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યા ત્યારે ગ્રાઉન્ડમાં હાજર
ચાહકોનો ઉત્સાહ જોવા જેવો હતો. અમિત શાહે ચાહકોને વિજય ચિન્હ પણ બતાવ્યો
, ત્યારબાદ
સ્ટેડિયમમાં મોદી-મોદીના નારા પણ લાગ્યા.


જણાવી
દઈએ કે
, ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, તેમણે ગતરોજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. અમિત શાહના
પુત્ર જય શાહ બીસીસીઆઈના સચિવ છે. 
અમદાવાદમાં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.
આ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે
, જેમાં એક સમયે લગભગ 1 લાખ 30 હજાર દર્શકો બેસી શકે છે.નોંધનીય
છે કે ગુજરાત ટાઇટન્સની આ પ્રથમ
IPL ફાઇનલ છે, ખાસ વાત એ છે કે ગુજરાત પ્રથમ વખત તેના હોમ
ગ્રાઉન્ડ પર મેચ રમી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સે સમગ્ર
IPL સિઝનમાં વધુ સારું
પ્રદર્શન કર્યું હતું
, લીગ મેચ સમાપ્ત થયા બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર હતી. ઉપરાંત, ગુજરાત ટાઇટન્સ
ફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ હતી.

 

Whatsapp share
facebook twitter