Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લેન્ડફોલ થવાની તૈયારી , એ પહેલાજ જોવા મળ્યુ બિપરજોયનું રૌદ્ર રૂપ

07:23 PM Jun 15, 2023 | Vishal Dave

જખૌથી 70 કિમી દુર છે અને જખૌ તથા આસપાસના વિસ્તારમાં તેની અસર દેખાવાની શરુઆત થઇ ગઇ છે. વાવાઝોડાની વિનાશક અસરો દરિયા કાંઠે દેખાવાની શરુઆત થઇ ગઇ છે. હજું લેન્ડ ફોલ થયું નથી ત્યારે જ વિનાશક અસર જોવા મળી રહી છે. .ઠેર-ઠેર ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.. ઠેર-ઠેર વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા છે.. અને ઠેક-ઠેકાણે મકાનોના છાપરા ઉડી ગયા છે..

 

દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.અસર આગામી ત્રણથી ચાર કલાક સુધી જોવા મળશે. દરિયાકાંઠે હાલ તોફાની પવન અને વરસાદ વરસી રહ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં જ સમીક્ષા બેઠક યોજાશે. આજે સાંજ પછી વાવાઝોડું લેન્ડ ફોલ થશે અને મધરાત સુધી તેની પ્રક્રિયા ચાલું રહેશે. લેન્ડફોલ સમયે 145 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે ગુજરાતના 1600 કિમીના દરિયા કાંઠે તેની અસર જોવા મળી રહી છે. સૌથી વધુ ગંભીર અસર સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળી રહી છે.

વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક પહોંચી રહ્યું છે. તેમ તેમ લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકાથી હાલ વાવાઝોડું 130 કિલોમીટર દૂર હતો ત્યારથી જ બેટ દ્વારકામાં કિનારે લાંગરેલી બોટો ડુબવા લાગી હતી. બીજી તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાંથી ઉખડી ગયું હતું. જે વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધુ રહ્યુ હતુ તે બિપરજોય વાવાઝોડાએ અચાનક રફ્તાર પકડી હોય તેમ જોવા મળી રહ્યું છે. જખૌ બંદરથી 13 કિલોમીટર દૂર જખૌ ગામમાં હાલ સન્નાટો છવાયો છે. તમામ લોકો ઘર અને સેલ્ટર હોમ ખાતે પુરાયા છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ તોફાની પવન ફૂકાંઈ રહ્યો છે. જેને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ સૂનકાર જોવા મળી રહ્યો છે.